દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો
મેષ (અલઈ)
|
- માતા સાથે મિથ્યા વિવાદ ટાળજો.
- આપનું પરાક્રમ સ્થાન આજે બળવાન છે.
- અટકેલા કાર્ય પૂર્ણ થવાની શક્યતા વર્તાય છે.
- યશ-માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
|
વૃષભ (બવઉ)
|
- વૈભવ અને સમૃદ્ધિ વધારવા માટે વધુ આશાવાન બનશો.
- મુસાફરી દરમિયાન મુશ્કેલી વધી શકે છે.
- ધર્મકાર્યો કરવા માટે ઇચ્છા પ્રબળ બને.
|
મિથુન (કછઘ)
|
- પિતા સાથે વાદવિવાદ ટાળજો.
- આપ અંતરદૃષ્ટિ પણ કરજો. એટલે કે જાતતપાસ અવશ્ય કરજો.
- એલર્જીથી આપ ચેતજો. પેટ સંબંધી તકલીફ થઈ શકે છે.
|
કર્ક (ડહ)
|
- સંતાનના કાર્યમાં આપ વધુ પ્રવૃત્ત રહેશો.
- પણ, સંતાનનો એટલો સહકાર કદાચ ન મળે.
- ઘરમાં ખર્ચ કરતા પહેલા બજેટ અવશ્ય જાળવજો.
- નહીંતર જરૂર કરતા વધુ ખર્ચ થઈ જશે. અને પાછળથી પસ્તાશો.
|
સિંહ (મટ)
|
- હમણાં તો આપ બળવાન છો.
- પણ બળનો અતિરેક ન કરતા.
- હરવા ફરવાના દિવસ છે.
- કાર્ય સિદ્ધિના યોગ પણ છે.
- મૂંઝવણથી છૂટકારો મળી રહ્યો છે.
|
કન્યા (પઠણ)
|
- નવું ઘર લેવાનું વિચારો છો પણ,
- હમણાં ઘરમાં રીપેરીંગ કરીને ચલાવી લો.
- લોન લેવામાં આપને વિઘ્નો નડશે. માટે થોડું થોભી જજો.
|
તુલા (રત)
|
- વેપારી મિત્રોને સાનુકૂળતા.
- ફિલ્મ અને ટી.વી. ક્ષેત્રે સંકલાયેલા જાતકોને સાનુકૂળતા.
- કાર્ય અર્થે બહારગામ જવાના યોગ છે. અને સાથે સફળતા પણ દર્શાવે છે.
|
વૃશ્ચિક (નય)
|
- બે દિવસ થોડો સંયમ રાખજો.
- ભાગ્યનો સાથ હમણાં તમને ઓછો પડશે.
- ઘરમાં પણ આપે સંયમ અને શાંતિ જાળવવાની રહેશે.
|
ધન (ભધફઢ)
|
- શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાભપ્રદ દિવસ છે.
- પ્રતિપક્ષનો સાથ પણ મળે.
- જમીન મકાન વેચવા માંગતા હોય તો સક્રીય થજો.
- વિદેશ યોગ પણ પ્રબળ બન્યો છે.
|
મકર (ખજ)
|
- જીવનસાથી અને ભાગીદાર વડે નૈયા પાર લાગશે.
- આપના માટે આપનો પરિવાર મદદે આવશે.
- આપનો જીવ કચવશો નહીં.
- બધુ સારું જ થવાનું છે.
|
કુંભ (ગશષસ)
|
- રાજનીતી સાથે સંકળાયેલા જાતકોને સાનુકૂળતા.
- આરોગ્યની જાળવણી વિશેષ કરજો.
- કાગળ, ટાઈલ્સ, લાકડા અને સિવિલ સપ્લાય સાથે જોડાયેલા જાતકોને સાનુકૂળતા છે.
|
મિન (દચઝથ)
|
- વાતાવરણની અસર ઝડપથી થઈ જશે. સાચવજો.
- ઊતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર.
- આ ઉક્તીને મનમાં રાખજો.
- ખૂબ ઊંડા વિચારોમાં ખોવાઈ ન જતા.
- જીવનસાથી સાથે આજે સંવાદ કરજો. કાર્યમાં સરળતા રહેશે.
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે