રાશિફળ 6 જુલાઈ: આ રાશિના જાતકો માટે એક ખાસ મંત્ર, જાણો અન્ય રાશિ વિશે અને આજનું પંચાગ

રાશિફળ 6 જુલાઈ: આ રાશિના જાતકો માટે એક ખાસ મંત્ર, જાણો અન્ય રાશિ વિશે અને આજનું પંચાગ

રાશી ભવિષ્ય (6-7-2018)

આજનું પંચાંગ

તારીખ 6 જુલાઈ, 2018 શુક્રવાર
માસ જેઠ વદ છઠ આઠમ
નક્ષત્ર રેવતી
યોગ શોભન
ચંદ્ર રાશી મીન
અક્ષર દચઝથ

1. આજે શુક્રવાર અને રેવતી નક્ષત્ર છે રેવતી નક્ષત્રનો સ્વામી બુધ દેવ છે. આથી સુમેળ સારો ગોઠવાયો છે. નોકરી તેમજ વ્યાપાર માટે આજે રાશી, નક્ષત્ર અને દિવસનો સુમેળ સારો ગોઠવાયો છે.
2. આજે બે હાથે માથુ ખંજવાળું નહીં.
3. કંકુવાળા ચોખાથી લક્ષ્મીજીને વધાવવા.
4. ઘરમાં ગુલાબ અથવા કમળ જેવા પુષ્પ લાવી આપની કુળદેવી તેમજ શ્રીલક્ષ્મીજીને અર્પણ કરવા.
5. આજે શક્ય હોય તો બેઠેલા લક્ષ્મીજીની મૂર્તિ ઘરમાં પ્રસ્થાપિત કરી તેમની પૂજા અર્ચના અવશ્ય કરજો.
6. જેમનો જન્મ શુક્રવારે થયો હોય તે જાતકો આજે થોડું અત્તર પોતાના શરીરે અવશ્ય લગાડે.

રાશિફળ (6-7-2018)

મેષ (અલઈ)

  • એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરતા જાતકો માટે સાનુકૂળતા.
  • માર્કેટીંગના વ્યવસાય સાથે જોડાયેલા સેલ્સમેનને આજે વિશેષ સફળતા મળી શકે છે.
  • એકાઉન્ટ સાથે સંકળાયેલા જાતકોને આજે ગૂંચ ઊભી થાય.

વૃષભ (બવઉ)

  • લગ્નવાંછુ યુવક-યુવતીઓએ અગાઉ જે સંબંધ લગ્ન માટે જોયો તે ફરીથી પાછો આવી શકે છે.
  • કાર્ય કરશો તેમાં લાભ અવશ્ય થશે.
  • ચામડીની કોઈ બિમારી હોય તો ચેતવું.
  • ઘરમાં સુખ-સમૃદ્ધિના સ્તરમાં વધારો.

મિથુન (કછઘ)

  • કીડની સંબંધી રોગ તેમણે સાચવવું.
  • પ્રસૂતા બહેનોએ આજે વિશેષ સાવધાની રાખવી.
  • વડીલો દ્વારા ભાગ્ય બળવાન

કર્ક (ડહ)

  • પરદેશથી સારા સમાચાર આવી શકે છે.
  • નાના ભાઈ બહેનો તરફથી સહકાર મળે.
  • કપડાના વેપારીઓને આજે લાભ થાય.
  • વિદ્યાર્થી મિત્રો આપે અભ્યાસમાં વિશેષ ધ્યાન રાખવું પડે.

સિંહ (મટ)

  • વર્ષાઋતુના આહલાદક વાતાવરણની અસર આપ ઉપર વિશેષ પડે.
  • મોજમજામાં રત રહો.
  • સંબંધોમાં ઉષ્મા વર્તાય.
  • પેટની બિમારીથી સાચવવું.

કન્યા (પઠણ)

  • જીવનસાથીની બુદ્ધિ આજે તેજ.
  • મોસાળથી કોઈ સમાચાર પ્રાપ્ત થઈ શકે.
  • રોજીંદી આવક જળવાઈ રહે.
  • લોન સંબંધી કાર્યમાં સરળતા જણાય છે.

તુલા (રત)

  • જીવનસાથી સાથે વૈમનસ્ય ન થાય તે જોવું.
  • પરિવારમાં પણ મતમતાંતર થઈ શકે છે.
  • આ બધા વચ્ચે પણ આવકનો સ્રોત જળવાશે.
  • કોઈ મોટી ચિંતાની શક્યતા નથી.

વૃશ્ચિક (નય)

  • નાના-ભાઈ બહેનો આજે સલાહ આપે.
  • તેઓ ડહાપણભરી વાત કરે.
  • તેમની સલાહ ઉપર આપ વિચાર ચોક્કસ કરજો.
  • છાતીમાં બળતરા ન થાય તે ખાસ જોજો.

ધન (ભધફઢ)

  • થોડાક દિવસોમાં પરિસ્થિતિ વિશેષ સુધરશે.
  • પિતા સાથે સંઘર્ષ ટાળજો.
  • પિતા સાથે ધંધામાં સાથે કાર્ય કરતા જાતકો માટે વિશેષ ચેતવણી છે.
  • ગુહ્ય બિમારીથી પીડાતા જાતકોએ આજે સાચવવું.

મકર (ખજ)

  • સંતાન સંબંધી પ્રશ્નોમાં વ્યસ્ત રહેવાય.
  • કૌટુંબિક પીડા સતાવે.
  • પતિ-પત્ની વચ્ચે વૈમન્ય સર્જાય. વાદવિવાદથી દૂર રહેજો. આજે એક આપને એક મંત્ર આપું છું અને તે છે સોરી. આ સોરી શબ્દનોપ્રયોગ આપ આપના જીવન સાથી સાથે અવશ્ય કરજો.

કુંભ (ગશષસ)

  • આવકનું સ્થાન બળવાન.
  • કન્સલ્ટીંગ કરતા જાતકો આજે લાભમાં.
  • મેનેજમેન્ટના ક્ષેત્રે જોડાયેલા જાતકોને વિશેષ લાભ
  • સ્ત્રી જાતકો માટે આજે વિશેષ સાનુકૂળતા.

મિન (દચઝથ)

  • દાંતની કોઈ પીડા હોય તો જાળવજો.
  • આજે બુદ્ધિ પૂર્વક સમસ્યાનો અંત લાવવા માટે સક્ષમ
  • સ્થાનાંતરના યોગ પણ વર્તાય છે.
  • સ્ત્રી જાતકોને આજે વિશેષ આવક રહે.

અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news