રાશિફળ 4 જૂલાઈ: તમામ રાશિના જાતકો 'આ' પાઠ અવશ્ય કરે,ખુબ મળશે લાભ, જાણો આજનું પંચાંગ

રવિયોગ અને રાજયોગ પ્રવર્તે છે જે આવતીકાલ સવારે 5.24 પૂર્ણ થશે.

રાશિફળ 4 જૂલાઈ: તમામ રાશિના જાતકો 'આ' પાઠ અવશ્ય કરે,ખુબ મળશે લાભ, જાણો આજનું પંચાંગ

અમિત ત્રિવેદી (રાશિ ભવિષ્ય 4-7-2018)

આજનું પંચાંગ

તારીખ 4 જુલાઈ, 2018 બુધવાર
માસ જેઠ વદ છઠ
નક્ષત્ર પૂર્વા ભાદ્રાપદ
યોગ આયુષ્યમાન
ચંદ્ર રાશી કુંભ
અક્ષર ગસશષ

1. પંચક હજુ ચાલુ જ છે. તા. 7મીએ પૂર્ણ થશે.
2. રવિયોગ અને રાજયોગ પ્રવર્તે છે જે આવતીકાલ સવારે 5.24 પૂર્ણ થશે.
3. વાંચકમિત્રો સૌ પુરૂષસૂક્તનો પાઠ કરજો. ઋગવેદનું આ સૂક્ત છે કુલ 18 શ્લોકનું આ પુરૂષસુક્ત અત્યંત પવિત્ર અને આપણી આસપાસના વાતાવરણે પવિત્ર કરનારું છે.
4. પુરૂષસૂક્ત સર્વ પ્રકારના ફળ પ્રદાન કરનારું છે. આપનો મનનો સંકલ્પ અર્પણ કરી પાઠ કરજો આપના સંકલ્પને ખૂબ બળ મળશે અને સિદ્ધ પણ થશે.

રાશિફળ (4-7-2018)

મેષ (અલઈ)

  • આજે આપના માટે શુભ દિવસ છે.
  • સંકલ્પોની પૂર્તિ થતી જણાય છે.
  • ધન લાભ છે. આ સર્વાંગી ધન લાભ છે. એટલે કે આપ જે કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા હશો આજે લાભ થશે.
  • આજે કોઈ અચાનકતા સર્જાય. માતાની તબિયત સાચવજો.
  • સ્થાનાંતર પણ થાય.

વૃષભ (બવઉ)

  • બપોર પછીનો સમય ઉશ્કેરાટથી બચવાનો છે.
  • પણ એક પ્રકારે લક્ષ્મીયોગ પણ સર્જાવાનો છે.
  • ઈલેક્ટ્રીક એટલે કે વીજળીથી સાવધાની રાખજો.

મિથુન (કછઘ)

  • તમે અતિ ગણતરીબાજ થવા જશો તો પાછાપડશો.
  • થોડો માનસીક પરિતાપ પણ રાશીમાં દેખાય છે.
  • બપોર પછી પરદેશ યોગ પણ ખીલે છે. એ દિશામાં કાર્ય

કર્ક (ડહ)

  • સંધ્યા સમયે લાભ થાય તેવું જણાય છે.
  • મીઠી અને પ્રેમાળ ભાષા પણ બોલશો.
  • જો આપને સ્ત્રી મિત્રો હોય તો મિત્રતામાં લાભ પણ થાય.

સિંહ (મટ)

  • બઢતીની શક્યતા જોઉં છું.
  • જો આપ ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલા હોવ તો સારો ઓર્ડર મળવાની શક્યતા પણ છે.
  • જીવનસાથી સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણ રાખવું.

કન્યા (પઠણ)

  • લાભ મળતો હોય તેટલો લઈ લેવાની વૃત્તિ આજે હોય.
  • ધાર્મિક સ્થાનની મુલાકાત સુચવે છે.
  • ધનવ્યય પણ દેખાય છે પણ તે તમે મોજશોખ માટે ખર્ચો તેવી પૂર્ણ શક્યતા છે.

તુલા (રત)

  • બપોર પછી આનંદના દિવસો શરૂ થાય છે.
  • કુલ મળીને એવું થશે કે આજ કરતા આવતીકાલ સારી અને આવતીકાલ કરતા પરમદિવસ સારો...
  • પણ નકારાત્મકતા ત્યજજો. ખૂબ વિચારો છો થોડું ઓછું કરો.

વૃશ્ચિક (નય)

  • નોકરી કરતા હોવ તો સાનુકૂળ દિવસ.
  • વેપારીમિત્રોને પણ લાભપ્રદ દિવસ છે.
  • ઘરમાં આજે ગોઠે નહીં.

ધન (ભધફઢ)

  • અચાનક પ્રવાસનું આયોજન થઈ શકે છે.
  • કુટુંબમાં ક્લેશનું વાતાવરણ ન સર્જાય તે જોવું.
  • હમણાં બે દિવસ આપે વિશેષ સાચવવાનું છે. આપનો નિર્ણય કે જજમેન્ટ ખોટું પડી શકે છે. સમજી વિચારી કાર્ય કરજો.

મકર (ખજ)

  • પરિસ્થિતિ સુંદર જ છે. બસ, આપ તે સમજી જાવ.
  • અતિ સંવેદનશીલતા આપ છોડી દો.
  • શરદીજન્ય રોગથી સાચવજો.
  • સંતાન સંબંધી કંઈ બિમારી જણાય છે. તે પણ સીઝનલ છે માટે ચિંતા કરશો નહીં.

કુંભ (ગશષસ)

  • દલાલી, કમિશન, નોકરીયાતો માટે ધનલાભ છે.
  • સંતાન સંબંધી અતિશય મૂંઝવણ થાય.
  • આપના જો કોઈ ગુરૂ કરેલા હોય તો તેમને વંદન કરી ઘરની બહાર પ્રસ્થાન કરજો.

મિન (દચઝથ)

  • યુવા લગ્નોત્સુક યુવકો જો પ્રેમસંબંધે જોડાયા હોવ તો તમે સામાપાત્ર પ્રત્યે ઓવર કેલ્ક્યુલેટીવ ન બનશો. એટલે વધુ પડતા ગણતરીબાજ ન થશો.
  • આ તો પ્રેમ સંબંધ છે. દિલ મોટું રાખવું પડે.
  • સંધ્યાની લાલીમાથી આપ પણ ગુલાબી થઈ જાવ તેવું દેખાય છે.
  • એટલે કે સંધ્યા સમયે આનંદ આપનારા સમાચાર મળે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news