રાશિફળ 30 જૂન: જે જાતકોના કાર્ય અટકતા હોય, તે કાર્યસિદ્ધિ મેળવવા કરે આ કામ, જાણો આજનું પંચાગ

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો

રાશિફળ 30 જૂન: જે જાતકોના કાર્ય અટકતા હોય, તે કાર્યસિદ્ધિ મેળવવા કરે આ કામ, જાણો આજનું પંચાગ

આજનું પંચાંગ

તારીખ 30, જૂન, 2018, શનિવાર
માસ જેઠ વદ બીજ
નક્ષત્ર ઉ. ષાઢા
યોગ વૈધૃતિ (શુભ યોગ નથી)
ચંદ્ર રાશી મકર
અક્ષર ખ, જ.
ભાગ્યાંક 2

દિન મહિમા

  • દર્શકમિત્રો આજે હનુમાનચાલીસાનો પાઠ તો કરજો જ વળી પાઠની આ પવિત્ર ચોપાઈનું પણ ગાન કરજો...
  • જેમના કાર્ય અટકતા હોય તે, કાર્ય સિદ્ધિ મેળવવી હોય તે આ ચોપાઈનો પાઠ સવાર-બપોર અને
  • સાંજે કરી શકે છે... આ ઉપાય સૌ માટે છે...
  • દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે. (20)
  • રામ દુઆરે તુમ રખવારે, હોત આજ્ઞા બિન પૈસા રે. (21)
  • 1. શનિવાર છે. શનિદેવનો મંત્ર પણ આપું છું.
  • 2. નિલાંજન સમાભાસં રવિપુત્ર યમાગ્રજં, છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરં..

(30-6-2018) દરેક રાશિ માટે કેવો રહેશે દિવસ તે જાણો

મેષ (અલઈ)

  • કાર્યક્ષેત્રે વળાંક આવી શકે છે.
  • નોકરી કરતા જાતકો માટે સંતોષજનક પરિસ્થિતિ
  • સવારે 10 વાગ્યા સુધીનો સમય સાનુકૂળ છે.
  • જીવનસાથી દ્વારા ભાગ્ય બળવાન બને.

વૃષભ (બવઉ)

  • પ્રેમ સંબંધોમાં વફાદારી જાળવવી આવશ્યક છે.
  • બપોર પછીના સમય લાભપ્રદ છે.
  • આંકડા સાથે એટલે કે એકાઉન્ટ ક્ષેત્રે જોડાયેલા જાતકોને આનંદમય દિવસ છે.

મિથુન (કછઘ)

  • આપને કાર્ય સિદ્ધિના યોગ છે.
  • પણ ઘરમાં મનદુઃખ ન થાય તે જોવું.
  • ખાસ કરીને જીવનસાથી સાથે વૈમનસ્ય ન સર્જાય તે જોવું.
  • જો આપ ભાગીદારીમાં વેપાર કરતા હોવ તો પણ જાળવવું.

કર્ક (ડહ)

  • ઈલેક્ટ્રોનીક ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે શુભ.
  • વળી, હા, માનસિક ઉશ્કેરાટ પર કાબૂ રાખવો.
  • નોકરીમાં બદલીના સંજોગો પણ દેખાય છે.

સિંહ (મટ)

  • કોઈ અદાલતી કાર્યવાહી ચાલતી હોય આજે મુદત લઈ લેજો.
  • જુલાઈની 3જી તારીખ સુધી આપે વિશેષ તકેદારી રાખવાની
  • રહેશે.
  • ખર્ચ વિશેષ થશે પણ જીવનસાથી સાથે સુમેળ રહેશે.

કન્યા (પઠણ)

  • વડીલો, મિત્રો વગેરે સાથે મિથ્યા વાદવિવાદથી બચવું.
  • લાભપ્રદ દિવસ છે.
  • લેખકો, ચિંતકો તેમજ વયસ્ક જાતકો માટે શુભ સમય છે.
  • વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં વિચલીત ન થવાય તે જોવું.

તુલા (રત)

  • મિત્રો સાથે આનંદમાં દિવસ વિતાવશો.
  • કાર્યક્ષેત્રે ઊંઘ આવે આળસ આવે. નિરસતા દેખાય છે.
  • ઘરમાં વધુ સમય વિતાવવાની ઇચ્છા થાય.
  • વિદ્યાર્થી મિત્રો માટે શુભ સમય છે.

વૃશ્ચિક (નય)

  • ઝડપથી કાર્યમાં આપની ભૂલ થાય તે શક્યતા છે.
  • આપ આપનો હઠાગ્રહનો ત્યાગ કરજો.
  • અદાલતી કાર્યવાહીનો સામનો ન કરવો પડે તે માટે સચેત રહેજો.

ધન (ભધફઢ)

  • આજે તમે સલાહ-મસલત કરીને નિર્ણય લેજો.
  • તબિયત આજે નાદુરસ્ત થઈ શકે છે. સાચવજો.
  • ભાગ્યનો સાથ મળશે ખરો.
  • કોઈ મોટી બાબત દેખાતી નથી.

મકર (ખજ)

  • માનસિક પરીતાપ ઘટતો નથી.
  • મન વ્યગ્ર રહે છે પણ આજે સાનુકૂળતા દેખાય છે.
  • ઘર પરિવાર આપની પડખે ઊભો રહે.
  • આજે આપ શ્રી વિષ્ણુદેવની ઉપાસના કરજો.

કુંભ (ગશષસ)

  • આરોગ્ય જાળવજો.
  • કામમાં મન લાગે નહીં.
  • શક્ય હોય તો આજે કાર્યક્ષેત્રે મન તદ્દન શાંત રાખજો.
  • આપના અધિકારીનો સહકાર મળશે.
  • વિદ્યાર્થી મિત્રો માટે સંતોષપ્રદ દિવસ છે.

મિન (દચઝથ)

  • આપના ઈષ્ટદેવની પૂજા કરી ઘરની બહાર પ્રસ્થાન કરજો.
  • બપોર પછીનો સમય સાનુકૂળ છે.
  • સંતાન સંબંધી કોઈ ચિંતા સતાવે અથવા તે સંબંધી કાર્યરત રહેવાય.
  • પોતાના કાર્યમાં આજે વિશેષ પ્રેમ જાગે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news