રાશિફળ 19 જુલાઈ: આ 2 રાશિના જાતકોને ધનપ્રાપ્તિના યોગ, પીળાવસ્ત્ર ધારણ કરો, આ મંત્રનો જાપ કરો

રાશિફળ 19 જુલાઈ: આ 2 રાશિના જાતકોને ધનપ્રાપ્તિના યોગ, પીળાવસ્ત્ર ધારણ કરો, આ મંત્રનો જાપ કરો

રાશી ભવિષ્ય (19-7-2018)

સૌને જય શ્રીકૃષ્ણ.

આજનું પંચાંગ

તારીખ

19 જુલાઈ, 2018 ગુરૂવાર

માસ

અષાઢ સુદ સાતમ

નક્ષત્ર

હસ્ત

યોગ

શિવ

ચંદ્ર રાશી

કન્યા (સાંજે 7.56 પછી તુલા)

અક્ષર

પઠણ (ર,ત)

  1. આ સત્ત્વગુણી અને લક્ષ્મીદાયક દેવ નક્ષત્ર છે.
  2. આજે ઓમ સવિત્રે નમઃ નો જાપ પણ કરજો.
  3. ઓમ હસ્તાય નમઃ આ મંત્રનો જાપ પણ કરી શકાય.
  4. આજે પીળાવસ્ત્ર પહેરવા, જો તમે પોખરાજ ધારણ કર્યો હોય તો કેસર મિશ્રિત જળથી તેનું પૂજન પણ કરવું.
  5. ઓમ બ્રું બૃહસ્પતયે નમઃ મંત્રનો જાપ કરવો.

મેષ (અલઈ)

  • આજે માથુ દુઃખવાની ફરિયાદ થઈ શકે.
  • બ્લડ પ્રેશરથી પીડાતા દર્દીઓએ સાચવવું.
  • ઉશ્કેરાટથી બચવું.
  • સાંજ પછી સાનુકૂળતા રહેશે.

વૃષભ (બવઉ)

  • ઘરમાં કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી થાય
  • નોકરી સંબંધી કોઈ શુભ સમાચાર મળે
  • આવકની નવી તકો પણ ઊભી થાય

મિથુન (કછઘ)

  • ઈલેક્ટોનીક વસ્તુનો વ્યય ન થાય તે સાચવવું
  • લેખન અને સાહિત્ય પ્રત્યેની રુચિ વધે
  • ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલા જાતકોને સાનુકૂળતા

કર્ક (ડહ)

  • પિતા દ્વારા ભાગ્ય બળવાન બને
  • નોકરીના સ્થાને સહકાર પ્રાપ્ત થાય
  • જીવનસાથી સાથે જૂના પ્રશ્ને કલહ ન થાય તે જોવું

સિંહ (મટ)

  • હોસ્પિટલની મુલાકાત સૂચવે છે
  • બપોર પછી વિશેષ પ્રફુલ્લિતતા જોવા મળે
  • વાહન અકસ્માતથી સાચવવું
  • જમીનના વેપાર સાથે સંકળાયેલા જાતકોને સફળતા

કન્યા (પઠણ)

  • વાણી બેલગામ ન બને તે જોવું
  • લાભ અવશ્ય દેખાય છે
  • મોડી સાંજે કુટુંબમાં ઉત્સાહનું વાતાવરણ
  • આજે કોઈ મોઢું મીઠું કરાવે તેવું બને

તુલા (રત)

  • આજે સાંજે આવતીકાલના શુભ સમાચાર મળે
  • બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા જાતકોને સફળતા
  • સેલ્સમેનભાઈઓને વિશેષ સાનુકૂળતા રહે
  • રાજનીતિ સાથે સંકળાયેલા જાતકોને સફળતા

વૃશ્ચિક (નય)

  • ટ્રાવેલ્સ એજન્સી સાથે સંકળાયેલા જાતકને સફળતા
  • મુસાફરીના યોગ નીર્માયા છે
  • સરકારી કાર્યક્ષેત્રે સફળતા રહે

ધન (ભધફઢ)

  • જો કોઈ નાની બિમારી હોય તો પણ અવગણશો નહીં
  • જો મોડું કરો ચિંતા ઉપજાવનારું પરિણામ મળે
  • અન્યના સહકારથી કાર્યસિદ્ધિ થાય

મકર (ખજ)

  • કોઈ વડીલ વ્યક્તિ તરફથી શુભસમાચાર મળે
  • વાહન યોગ પણ છે
  • રમતગમત ક્ષેત્રે સંકળાયેલા જાતકોને સફળતા

કુંભ (ગશષસ)

  • એસીડીટી જેવા રોગથી પીડાતા જાતકોએ જાળવવું
  • માતાના કાર્યોમાં વ્યસ્ત રહેવાય
  • માતા સાથે વૈમનસ્ય ન થાય તે જોવુ
  • સંતાન દ્વારા લાભ થશે

મીન (દચઝથ)

  • ધન, વૈભવ પ્રાપ્ત થાય
  • સંતાનની બિમારી પ્રત્યે સજાગ રહેવું
  • આજે ગહન ચિંતન કરી સમસ્યાનું નિરાકરણ લાવશો
  • સ્થાનાંતરના યોગ પણ દેખાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news