Cyclone Yaas: PM મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, 'યાસ' વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરી

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ કહ્યુ કે, ચક્રવાત યાસના ઉત્તર, ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની સંભાવના છે, જે 24 મે સુધી એક તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે અને આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે. 
 

Cyclone Yaas: PM મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, 'યાસ' વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (narendra modi) તોફાન યાસનો (cyclone yaas) સામનો કરવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી છે. પીએમ મોદીએ તેને લઈને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના (NDMA) અધિકારીઓ, ટેલીકોમ, પાવર, સિવિલ એવિએશન, અર્થ સાયન્સ મંત્રાલયોના સચિવો સાથે બેઠક કરી અને તૈયારીઓ પર ચર્ચા કરી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ (amit shah) પણ સામેલ થયા હતા. 

હકીકતમાં ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ કહ્યુ કે, ચક્રવાત યાસના ઉત્તર, ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની સંભાવના છે, જે 24 મે સુધી એક તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે અને આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, 26 મેની સવાર સુધી પશ્ચિમ બંગાળની પાસે ઉત્તરી ખાડી અને જેની આસપાસના ઉત્તરી ઓડિશા અને બાંગ્લાદેશના સમુદ્ર કિનારે પહોંચી જશે. 

Union HM Amit Shah was also present pic.twitter.com/612KZ6mr0y

— ANI (@ANI) May 23, 2021

નૌસેનાએ વિમાન અને યુદ્ધ જહાજ કર્યા તૈનાત
બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતી તોફાન યાસના સંભવિત ખતરાનો સામનો કરવા માટે ભારતીય નૌસેનાએ પોતાના ચાર યુદ્ધ જહાજ સિવાય ઘણા વિમાનોને તૈનાત કર્યાં છે. આ સપ્તાહની શરૂઆતમાં દેશના પશ્ચિમી કિનારે આવેલા ભીષણ ચક્રવાત તાઉતે બાદ ભારતીય નૌસેનાએ મોટા પાયા પર રાહત અને બચાવ અભિયાન ચલાવ્યું હતું. ચક્રવાતને કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલ, કર્ણાટક અને ગોવામાં ભારે તબાહી મચી હતી. નૌસેનાએ કહ્યું કે, તોફાનના સંભવિત ખતરાનો સામનો કરવા માટે રાહત અને બચાવની આઠ ટીમો સિવાય ડાઇવર્સની ચાર ટીમોને ઓડિશા અને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી છે. 

ચક્રવાત માટે તૈયાર તટરક્ષક
ભારતીય તટરક્ષક દેશના પૂર્વી કિનારા પર વિકસિત થઈ રહેલા ચક્રવાતી તોફાન યાસને કારણે ઉત્તપન્ન થનાર સંભવિત પડકારોનો સામનો કરવાની તૈયારીમાં લાગ્યા છે. ઈસ્ટર્ન સીબોર્ડમાં તટરક્ષક સ્ટેશન,  જહાજ અને વિમાન હાઈ એલર્ટ પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news