ચક્રવાત ફાની આજે મચાવી શકે છે તાંડવ, NDRF અને કોસ્ટ ગાર્ડ ટીમ તૈનાત

ચક્રવાત ફાની સોમવારની સાંજે વધુ ગંભીર બન્યું અને તે ઓરિસ્સા તટ તરફ આગળ વધી રહ્યું છે. ફાની (Cyclone Fani)ના પ્રકોપથી ચેન્નાઇમાં ખાસ નુકસાન થયું નથી. જોકે, આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સામાં ખતરો હજુ ટળ્યો નથી.

ચક્રવાત ફાની આજે મચાવી શકે છે તાંડવ, NDRF અને કોસ્ટ ગાર્ડ ટીમ તૈનાત

નવી દિલ્હી: ચક્રવાત ફાની સોમવારની સાંજે વધુ ગંભીર બન્યું અને તે ઓરિસ્સા તટ તરફ આગળ વધી રહ્યું છે. ફાની (Cyclone Fani)ના પ્રકોપથી ચેન્નાઇમાં ખાસ નુકસાન થયું નથી. જોકે, આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સામાં ખતરો હજુ ટળ્યો નથી. હવામાન વિભાગે આ સંબંધમાં જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવાર સુધી આ તોફાન ખુબદ ખતરનાક ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે. સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમને હાઇ એલર્ટ પર રાખી છે. રાત્ર 9 વાગે બુલેટીનમાં આઇએમડીના ચક્રવાત ચેતાવણી ખંડે જણાવ્યું કે, અત્યારે આ તોફાન શ્રીલંકામાં ત્રિનકોમાલીથી નજીક 620 કિલોમીટર પૂર્વ-ઉત્તર પૂર્વ અને ચેન્નાઇથી 700 કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વ તથા મછલીપટ્ટનમથી 900 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં છે.

હવામાન વિભાગના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, 1 મેની સાંજ સુધી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની આશંકા છે.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને સાવચેતીના પગલા લેવા કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તોફાન ફાનીના કારણે બની રહેલી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા અધિકારીઓને સાવચેતીના પગલા લેવા તેમજ સહાયતા ઉપલબ્ધ કરવવા કહ્યું છે. હવામાન વિભાગે રવિવારે કહ્યું હતું કે, તોફાન ફાની બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વમાં ઝડપી થતું જાય છે અને આગામી 24 કલાકમાં તે અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલાવવાની આશંકા છે.

આ તોફાનના કારણે તમિલનડુ તેમજ આંધ્ર પ્રદેશમાં આગામી બે દિવસ છુટોછવાયો વરસાદ થઇ શકે છે.

મોદીએ ટ્વિટ કર્યું, ફાની તોફાનના કારણે બની રહેલી સ્થિતીના સંબંધમાં અધિકારીઓ સાથે વાત કરી. તેમને સાવચેતીના પલગા લેવા તેમજ દરેક સંભવ મદદ માટે તૈયાર રહેવા કહ્યું છે. સાથે જ તેમને પ્રભાવિત રાજ્યોની સરકારોની સાથે નજીકથી કામ કરવાની અપીલ કરી છે. હું દરેકની સલામતી અને ભલાઈ માટે પ્રાર્થના કરું છું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news