J&K: પુલવામામાં આતંકીઓની શોધમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન, અત્યાર સુધી 5 આંતકીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સવારથી જ આતંકીઓની શોધમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

J&K: પુલવામામાં આતંકીઓની શોધમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન, અત્યાર સુધી 5 આંતકીઓ ઠાર

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સવારથી જ આતંકીઓની શોધમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. શુક્રવારે આતંકવાદીઓ દ્વારા 3 પોલીસકર્મીઓની હત્યા બાદ સુરક્ષાદળોને એવી જાણકારી મળી હતી કે આતંકીઓની એક મોટી ટુકડી પુલવામા અને શોપિયાના ગામમાં ઠેકાણા બનાવીને બેઠા છે, ત્યારબાદ સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. 

પુલવામાના 8 ગામોને ઘેર્યા
આતંકીઓની શોધમાં સુરક્ષાદળોની ટીમે પુલવામા જિલ્લાના 8 ગામોને ઘેરી રાખ્યા છે. આ સાથે જ ગ્રામીણોને સૂચના અપાઈ છે કે તે અભિયાન દરમિયાન ઘરની બહાર ન નીકળે. ત્યાં સ્થિતિની ગંભીરતાને જોતા પ્રશાસનિક અધિકારીઓએ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓને હાલ બંધ કરી દીધી છે. 

5 આતંકીઓને ઠાર કર્યા
સવારથી આતંકીઓની શોધમાં લાગેલી સુરક્ષાદળોની ટીમે અત્યાર સુધી પાંચને ઠાર કરી ચૂકી છે. 

3 પોલીસકર્મીઓની હત્યા
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં ગુરુવારે રાતથી લાપત્તા થયેલા 4 પોલીસકર્મીઓમાંથી 3ના મૃતદેહો બીજા દિવસે સવારે મળી આવ્યાં હતાં. મૃતકોમાં 2 એસપીઓ અને એક પોલીસ કોન્સ્ટેબલ સામેલ હતાં. હાલ ત્રીજા એસપીઓ અંગે કોઈ સૂચના મળી નથી. તેની શોધમાં રાજ્ય પોલીસ અને સુરક્ષાદળો તરફથી જોઈન્ટ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

હિજબુલ આતંકીઓએ આપી હતી એસપીઓને ધમકી
કહેવાય છે કે ગુરુવારે મોડી રાતે હિજબુલના આતંકીઓએ એસપીઓને ધમકી આપી હતી. ગુરુવારે હિજબુલ આતંકીઓ તરફથી એસપીઓને એક ઓડિયો ટેપ જારી કરીને કહેવામાં આવ્યું હતું કે તેમણે રાજીનામા આપી દેવા જોઈએ. ઓડિયોમાં આગળ કહેવામાં આવ્યું હતું કે જો જલદી એસપીઓ પોતાના પદેથી રાજીનામું નહીં આપે તો તેમણે તેના પરિણામ ભોગવવા પડશે. ત્યારબાદ ગણતરીની પળોમાં પોલીસકર્મીઓ લાપત્તા થઈ ગયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news