મહાન ફૂટબોલ સ્ટારની લિમિટેડ એડિશનની ઘડિયાળનો ચોર ભારતીય નીકળ્યો

ફૂટબોલ દુનિયાનો સૌથી લોકપ્રિય રમત છે. દુનિયાભરમાં તેના ચાહકો છે. આવામાં મહાન ફુટબોલ ડિયાગો મારાડોના (diego maradona) ને કોઈ ન જાણતુ હોય તેવુ ન હોય. તેમની ગણતરી દુનિયાના બેસ્ટ ફુટબોલર્સમાં થાય છે. આ દિગ્ગજ ફુટબોલ ખેલાડીની ઘડિયાળ દૂબઈમાં ચોરી થઈ હતી. હવે આ ઘડિયાળ આસામના શિવસાગર જિલ્લાના એક શખ્સ પાસેથી મળી આવી છે. પોલીસે ચોરને કડક સજા કરી છે. 
મહાન ફૂટબોલ સ્ટારની લિમિટેડ એડિશનની ઘડિયાળનો ચોર ભારતીય નીકળ્યો

ઝી મીડિયા/બ્યૂરો :ફૂટબોલ દુનિયાનો સૌથી લોકપ્રિય રમત છે. દુનિયાભરમાં તેના ચાહકો છે. આવામાં મહાન ફુટબોલ ડિયાગો મારાડોના (diego maradona) ને કોઈ ન જાણતુ હોય તેવુ ન હોય. તેમની ગણતરી દુનિયાના બેસ્ટ ફુટબોલર્સમાં થાય છે. આ દિગ્ગજ ફુટબોલ ખેલાડીની ઘડિયાળ દૂબઈમાં ચોરી થઈ હતી. હવે આ ઘડિયાળ આસામના શિવસાગર જિલ્લાના એક શખ્સ પાસેથી મળી આવી છે. પોલીસે ચોરને કડક સજા કરી છે. 

મારાડોનાની ઘડિયાળ ચોરાઈ હતી
દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ડિયાગો મારાડોનાની ઘડિયાળ દૂબઈથી ચોરી થઈ હતી. પરંતુ તેને ચોરનાર કોઈ ઈન્ટરનેશનલ ચોર નહિ, પણ  ભારતીય ચોર છે. આ ઘડિયાળ આસામના શિવસાગર જિલ્લામાંથી મળી આવી છે. પોલીસે આ ઘડિયાળ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ આરોપી દૂબઈમાં કામ કરતો હતો. એક કંપનીમાં સુરક્ષા કર્મચારી તરીકે કાર્યરત હતો. તે જે કંપનીમાં કામ કરતો હતો તે આર્જેન્ટિનાના દિવંગત ફુટબોલના સામાનની સુરક્ષા કરતો હતો. મારાડોના ગત વર્ષે 25 નવેમ્બરના રોજ 60 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. 

પોલીસે આરોપી ચોરની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર ભાસ્કર જ્યોતિ મહંતે મીડિયાને જણાવ્યું કે, આરોપી પર તે સમયે તિજોરીમાંથી કેટલોક સામાન ચોરવાની શંકા હતી, જેમાં કિંમત હુબોલ્ટ ઘડિયાળ રાખવામાં આવી હતી. કંપનીમાં થોડો સમય કામ કર્યા બાદ આરોપી ઓગસ્ટ મહિનામાં આસામ પરત ફર્યો હતો. તેણે પોતાના પિતાના અસ્વસ્થ હોવાનુ બહાનુ બતાવીને રજા લીધી હતી. દૂબઈ પોલીસે આરોપી વિશે ભારતને માહિતી આપી હતી. તેના બાદ આસામ પોલીસ હરકતમાં આવી હતી. આરોપીની સવારે ચાર વાગ્યે તેના નિવાસસ્થાનથી ધરપકડ કરાઈ હતી. તેની પાસેથી ઘડિયાળ પણ મળી આવી છે. દિગ્ગજ મારાડોનાની ઘડિયાળ મેળવવા માટેના ઓપરેશનમા દુબઈ અને ભારત બંને દેશોની પોલીસ આંતરરાષ્ટ્રીય કરાર કર્યા હતા. આરોપીની સામે આગળની કાર્યવાહી કરવામાં આવી છે. 

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) એ આ ઘટના અંગેની માહિતી આપી. તેમણે ટ્વીટમાં માહિતી આપતા કહ્યું કે, એક ઈન્ટરનેશન મિશન અંતર્ગત આસામ પોલીસ અને દૂબઈ પોલીસે દિગ્ગજ ફુટબોલર ડિયાગો મારાડોનાની લિમિટેડ એડિશન Hublot ની ઘડિયાળ વાજિદ હુસૈન નામના શખ્સ પાસેથી બરામદ થઈ છે. તેને કાયદા અંતર્ગત સજા આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, વાજિદની ચેરાઈદેવ મોરનહાટમાં તેના સાસરીના ઘરમાંથી ધરપકડ કરાઈ હતી. જ્યાં તે કથિત રીતે ઘડિયાળ ચોરાઈને છુપાયો હતો. દુબઈમાં એક અંગત કંપનીમાં કામ કરતા દરમિયાન તેણે આ લક્ઝુરિયસ ઘડિયાળ ચોરાઈ હતી. તેના બાદ તે ભારત પરત ફર્યો હતો. પોલીસથી બચીને તે આસામમાં નાસતો ફરતો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news