બ્રિટનમાં ઓમિક્રોન આગળ 'ફેલ' થઈ ઓક્સફોર્ડની કોવિશીલ્ડ વેક્સીન, ભારતમાં વધી શકે છે ચિંતા

Covishield Vaccine: ભારતમાં પણ રસીકરણ અભિયાનમાં કોવિશીલ્ડનો ઉપયોગ વ્યાપક રૂપથી થઈ રહ્યો છે. જો બીજા દેશોમાં તે ઓમિક્રોન વિરુદ્ધ અસરકારક સાબિત ન થઈ તો આવનારા સમયમાં ભારતની ચિંતા વધી શકે છે. 

બ્રિટનમાં ઓમિક્રોન આગળ 'ફેલ' થઈ ઓક્સફોર્ડની કોવિશીલ્ડ વેક્સીન, ભારતમાં વધી શકે છે ચિંતા

લંડનઃ બ્રિટનમાં લાખો લોકો કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી અસુરક્ષિત અને સંક્રમણના ખતરા વચ્ચે શ્વાસ લઈ રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો વચ્ચે બૂસ્ટર ડોઝ લગાવવાની હોડ લાગેલી છે. તો નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે એનએચએસ બુકિંગ સાઇટ પર ગડબડીને કારણે ક્રિસમસ સુધી કોઈ લોકો વેક્સીન લગાવી શકશે નહીં. વેક્સીનને લઈને એક તપાસ રિપોર્ટે ચિંતા વધારી છે, જેમાં એસ્ટ્રાઝેનેકા વેક્સીન, જેને ભારતમાં કોવિશીલ્ડના નામથી ઓળખવામાં આવે છે, થોડા મહિના બાદ ઓમિક્રોન વિરુદ્ધ બિનઅસરકારક સાબિત થઈ. પરંતુ રાહતની વાત છે કે વેક્સીનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ નવા વેરિએન્ટ વિરુદ્ધ 76 ટકા સુધી અસરકારક સાબિત થયો છે. 

ડેલીમેલના રિપોર્ટ પ્રમાણે ઓમિક્રોન બ્રિટનમાં ઝડપથી ફેલાય રહ્યો છે અને આગામી બે સપ્તાહમાં તેનું વધુ ભયાનક સ્વરૂપ જોવા મળી શકે છે. બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ ચેતવણી જાહેર કરતા કહ્યું કે, આ મહિનાના અંત સુધી સંક્રમણના કેસ 10 લાખ સુધી પહોંચી શકે છે. રાહતની વાત છે કે વેક્સીનનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વિરુદ્ધ અસરકારક જોવા મળ્યો છે પરંતુ લાખો લોકો જેણે હજુ સુધી ત્રીજો ડોઝ લાગ્યો નથી, સંક્રમણના ખતરા વચ્ચે હાજર છે. વેક્સીનને લઈને સરકારી વૈજ્ઞાનિકોએ બ્રિટનમાં ઓમિક્રોનના 581 કેસની તુલના ડેલ્ટાના 56,000 કેસ સાથે કરી, જેથી શરૂઆતી અનુમાન લગાવી શકાય કે નવા વેરિએન્ટ વિરુદ્ધ રસી કેટલી સારી રક્ષા કરી શકે છે. 

થોડા મહિના બાદ શૂન્ય થઈ વેક્સીનની અસરકારકતા
તેમને જાણવા મળ્યું કે ઘણા વૃદ્ધોમાં, જેને ઘણા મહિના પહેલા એસ્ટ્રાઝેનેકાના બે ડોઝ આપવામાં આવ્યા હતા, તેમાં ઓમિક્રોન વિરુદ્ધ કોઈ સુરક્ષા જોવા મળી નથી. તો બે ફાઇઝર ડોઝે 30 ટકાથી થોડી વધુ સુરક્ષા દેખાડી છે. પરંતુ ત્રીજા ડોઝના રૂપમાં ફાઇઝરનો ઉપયોગ કરવા પર મૂળતઃ એસ્ટ્રાઝેનેકા વેક્સિન લેનારમાં 71 ટકા અને ફાઇઝર વેક્સીનના બંને ડોઝ લેનારમાં 76 ટકા અસરકારકતા જોવા મળી છે. 

એસ્ટ્રાઝેનેકાને લઈને ડેટા વિશ્વાસપાત્ર નહીં
નિષ્ણાંતોનું અનુમાન છે કે ફાઇઝર બૂસ્ટર ડોઝ હળવા ઓમિક્રોન સંક્રમણ વિરુદ્ધ 70થી 75 ટકા સુરક્ષા પ્રદાન કરે છે, ભલે મૂળ સ્વરૂપથી કોઈપણ વેક્સીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. તો ડેલ્ટા વિરુદ્ધ તે 90 ટકા અસરકારક છે. બંને ડોઝની વાત કરીએ તો ફાઇઝરના બંને ડોઝ ત્રણ મહિના બાદ માત્ર 37 ટકા સુરક્ષા આપી શકે છે, જ્યારે ડેલ્ટા વિરુદ્ધ તે 60 ટકા છે. 

AstraZeneca ના બે ડોઝે આ સમયગાળા પછી કોઈ રક્ષણ પૂરું પાડ્યું નથી. પરંતુ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે એસ્ટ્રાઝેનેકા પરનો ડેટા ઓછો ભરોસાપાત્ર હોઈ શકે છે કારણ કે તે ચોક્કસ વય જૂથો માટે મર્યાદિત છે અને જોખમની નજીકના લોકો માટે શરૂઆતમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ કહ્યું કે તે નિરાશાજનક છે કે ઓમિક્રોને હાલની રસી અમુક હદ સુધી નબળી પાડી છે.

નિષ્ણાંતોની બૂસ્ટર ડોઝ લેવાની અપીલ
બ્રિટનની ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સીનનો ઉપયોગ ભારતના રસીકરણ અભિયાનમાં કોવિશીલ્ડના નામથી થઈ રહ્યો છે, જેનું નિર્માણ ભારતમાં થયું છે. નિષ્ણાંતો લોકોને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી રહ્યાં છે. બ્રિટનમાં દર ત્રણ દિવસમાં ઓમિક્રોનના કેસ બમણા થઈ રહ્યાં છે. સ્વાસ્થ્ય અધિકારી આગામી ક્રિસમસને લઈને ચિંતામાં છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો જશ્ન મનાવવા બહાર નિકળી શકે છે. લોકોને સંક્રમણથી બચવા માટે ટેસ્ટિંગ કરાવવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news