ગાંધી પરિવારની સુરક્ષા માટે CRPF ને જોઇએ એસપીજીવાળી બુલેટ પ્રૂફ કાર, ગૃહ મંત્રાલયને કરી ભલામણ
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળેલી એસપીજી સુરક્ષા(SPG Security) દૂર કર્યા બાદ હવે સીઆરપીએફ (CRPF) ને ગાંધી પરિવારની સુરક્ષા જવાબદારી સોંપવામાં આવી છે. CRPF એ ગાંધી પરિવારની પર્યાપ્ત સુરક્ષા માટે 6 કંપનીઓ તૈનાત કરી છે પરંતુ CRPF સામે મોટી સમસ્યા એ છે કે તેની પાસે એટલી બુલેટ પ્રૂફ કારની કમી છે એવામાં CRPF એમ ઇચ્છે છે કે SPG ની બુલેટ પ્રૂફ કાર તાત્કાલિક પુરી પાડવામાં આવે.
Trending Photos
નવી દિલ્હી: સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળેલી એસપીજી સુરક્ષા(SPG Security) દૂર કર્યા બાદ હવે સીઆરપીએફ (CRPF) ને ગાંધી પરિવારની સુરક્ષા જવાબદારી સોંપવામાં આવી છે. CRPF એ ગાંધી પરિવારની પર્યાપ્ત સુરક્ષા માટે 6 કંપનીઓ તૈનાત કરી છે પરંતુ CRPF સામે મોટી સમસ્યા એ છે કે તેની પાસે એટલી બુલેટ પ્રૂફ કારની કમી છે એવામાં CRPF એમ ઇચ્છે છે કે SPG ની બુલેટ પ્રૂફ કાર તાત્કાલિક પુરી પાડવામાં આવે.
ઝી ન્યૂઝ (Zee News) ના સૂત્રોને મળેલી માહિતી અનુસાર CRPF એ SPG અને ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે તેમને એસપીજીવાળી બુલેટ પ્રૂફ કાર આપવામાં આવે.
CRPF ના એક અધિકારીના જણાવ્યા અનુસાર SPG ની બુલેટ પ્રૂફ કાર ખૂબ એડવાન્સ છે અને બાકી કારોના મુકાબલે ખૂબ કમ્ફર્ટેબલ છે. તે પહેલાં જ્યારે સીઆરપીએફે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી હટાવીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી ત્યારે પણ સીઆરપીફે એસપીજી દ્વારા તૈનાત કરવામાં આવેલી બુલેટપ્રૂફ ગાડીઓને પોતાના કબજામાં લેવાની ભલામણ કરી હતી જે સરકારે મંજૂર કરી લીધી હતી.
સોનિયા ગાંધીના 10, જનપથ સ્થિત આવાસ પર ઇઝરાયલી એક્સ-95, એકે સીરીઝ અને એમપી-5 બંદૂકો સાથે સીઆરપીએફના કમાન્ડોની 2 ટુકડીએ પોતાની સુરક્ષાની જવાબદારી પહેલાં જ સંભાળી લીધી છે. આ પ્રકારે એક ટુકડી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીને તુગલક લેન સ્થિત આવાસ અને પ્રિયંકાના લોધી એસ્ટેટ સ્થિત આવાસ પર તૈનાત કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે