ભેજવાળી મગફળીને લઈને ટેન્શનમાં આવેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

ગાંધીનગરમાં કૃષીમંત્રી આર.સી ફળદુ (RC Faldu) અને મુખ્યમંત્રી (Vijay Rupani)  વચ્ચે બેઠક મળી હતી. બેઠક બાદ આર.સી ફળદુ જણાવ્યું હતું કે, ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી રાજ્ય સરકાર તમારી પડખે જ ઉભી છે. જે ખેડૂતોની મગફળી હજુ શુકાઈ નથી તેઓએ ગભરાવાની જરૂર નથી. તમારી મગફળી (Ground Nut) સૂકાઈ ત્યાર બાદ તમારે ફરી મગફળી ખરીદવામાં આવશે. સાથે સાથે ખેડૂતોને હૈયાધારણા આપી છે કે જે ખેડૂતો (Farmers) ના સેમ્પલ ફેલ થયા છે તેઓએ પણ ગભરાવાની જરૂર નથી. તેમને પણ 15 દિવસનો સમય આપવામાં આવશે. તમારી મગફળીમાંથી પૂરતા પ્રમાણમાં ભેજ સૂકાય ત્યાર બાદ તમારી મગફળી ફરીથી સ્વીકારવામાં આવશે. નુકશાનનો ભોગ બનનાર ખેડૂતની પડખે રાજ્ય સરકાર (Gujarat Government) રહેશે તેવું આશ્વાસન પણ કૃષિ મંત્રીએ આપ્યું હતુ. સાથે સાથે ખેડૂતને આંદોલનના માર્ગે વાળવાની ચેષ્ટા કરનારા લોકોને પણ કૃષિ મંત્રીએ ચેતવણી આપી હતી. 

ભેજવાળી મગફળીને લઈને ટેન્શનમાં આવેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

અમદાવાદ :ગાંધીનગરમાં કૃષીમંત્રી આર.સી ફળદુ (RC Faldu) અને મુખ્યમંત્રી (Vijay Rupani)  વચ્ચે બેઠક મળી હતી. બેઠક બાદ આર.સી ફળદુ જણાવ્યું હતું કે, ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી રાજ્ય સરકાર તમારી પડખે જ ઉભી છે. જે ખેડૂતોની મગફળી હજુ શુકાઈ નથી તેઓએ ગભરાવાની જરૂર નથી. તમારી મગફળી (Ground Nut) સૂકાઈ ત્યાર બાદ તમારે ફરી મગફળી ખરીદવામાં આવશે. સાથે સાથે ખેડૂતોને હૈયાધારણા આપી છે કે જે ખેડૂતો (Farmers) ના સેમ્પલ ફેલ થયા છે તેઓએ પણ ગભરાવાની જરૂર નથી. તેમને પણ 15 દિવસનો સમય આપવામાં આવશે. તમારી મગફળીમાંથી પૂરતા પ્રમાણમાં ભેજ સૂકાય ત્યાર બાદ તમારી મગફળી ફરીથી સ્વીકારવામાં આવશે. નુકશાનનો ભોગ બનનાર ખેડૂતની પડખે રાજ્ય સરકાર (Gujarat Government) રહેશે તેવું આશ્વાસન પણ કૃષિ મંત્રીએ આપ્યું હતુ. સાથે સાથે ખેડૂતને આંદોલનના માર્ગે વાળવાની ચેષ્ટા કરનારા લોકોને પણ કૃષિ મંત્રીએ ચેતવણી આપી હતી. 

સૌરાષ્ટ્રની મગફળીમાં ભેજનું પ્રમાણ ખૂબ જોવા મળી રહ્યું છે. ગુજરાતના કુલ ૧૪૦ કેન્દ્રો પર મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દરેક મગફળી કેન્દ્રો પર 50 ખેડૂતોને બોલાવવાના મેસેજ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ સૌરાષ્ટ્ર ગુજરાતની મગફળીમાં ખૂબ જ પ્રમાણમાં ભેજ સતાવી રહ્યો છે. જે ખેડૂતોને મગફળી માટે બોલાવ્યા હતા તેના માત્ર 15 ટકા ખેડૂતો જ આજે વેચાણ માટે આવ્યા હતા. મગફળીમાં જ્યાં સુધી ભેજ છે, તો તેમાં અઠવાડિયું દસ દિવસ સૂકવવામાં સમય જાય તો ચિંતા કરવાની જરૂર ન હોવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે. 

કૃષિ મંત્રી આર.સી ફળદુએ જણાવ્યું કે, ખેડૂતો ઓછા આવતાં સરકાર પણ ચિંતિત છે. નાફેડ દ્વારા ખરીદી શકાય એ પ્રકારની મગફળી તૈયાર થશે એટલે ભેજનું પ્રમાણ કર્યા પછી પણ ખેડૂતો આવી શકશે. મગફળીનું સેમ્પલ રિજેક્ટ થયું હોય તો ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. ભેજનું પ્રમાણ ઘટતા તેઓની મગફળી ફરીથી ખરીદાશે. ખેડૂતોનું સેમ્પલ રિજેક્ટ થયું હોય તેમને ચિંતા કરવાની જરૂર નથી. બીજી વાર મગફળીમાંથી ભેજ ઉતરી ગયા પછી અઠવાડિયે દસ દિવસમાં તેઓ વેચી શકશે.

નુકશાનનો ભોગ બનનાર ખેડૂતની પડખે રાજ્ય સરકાર રહેશે તેવું આશ્વાસન કૃષિ મંત્રીએ આપ્યું છે. ખેડૂતને આંદોલનના માર્ગે વાળવાની ચેષ્ટા કરી રહ્યા છે તે લોકોને ચેતવણી પણ કૃષિ મંત્રીએ આપી. ગત વર્ષે પણ નબળું હતું ત્યારે પણ સરકાર ખેડૂતોને પડખે હતા ત્યારે આ વર્ષે પણ ખેડૂતોની પડખે સરકાર ઉભી છે તેવુ કહીને કૃષિ મંત્રીએ ખેડૂતોને ધીરજ રાખવા માટે અપીલ કરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news