Covid India Update: દેશના કેટલાક ભાગમાં કોરોના પ્રોટોકોલનું થઈ રહ્યું છે ઘોર ઉલ્લંઘનઃ સ્વાસ્થ્ય મંત્રાલય

લવ અગ્રવાલે કહ્યું કે જુલાઈમાં અત્યાર સુધી નવા કોરોનાના કેસમાં લગભગ 73.4 ટકા કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં છે. 

Covid India Update: દેશના કેટલાક ભાગમાં કોરોના પ્રોટોકોલનું થઈ રહ્યું છે ઘોર ઉલ્લંઘનઃ સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જુલાઈમાં કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશાથી અત્યાર સુદી લગભગ 73.4 ટકા નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. દેશના 55 જિલ્લામાં 13 જુલાઈએ સમાપ્ત થયેલા સપ્તાહમાં 10 ટકાથી વધુ કોરોનાનો પોઝિટિવિટી રેટ આવ્યો છે. કોવિડ મેનેજમેન્ટમાં રાજ્યોનો સહયોગ કરવા માટે અસમ, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ અને મણિપુર સહિત 10 રાજ્યોમાં કેન્દ્રીય ટીમોની પ્રતિનિયુક્તિ કરવામાં આવી છે. દેશના ઘણા ભાગમાં કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે જે અત્યાર સુધી મળેલા લાભને સમાપ્ત કરી શકે છે. 

દેશમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં વધતા કેસે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધારી રાખી છે. પાછલા દિવસોમાં કેન્દ્ર તરફથી તેમને એક પત્ર લખવામાં આવ્યો છે અને અહીં માટે ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમના મુખ્ય કામ રાજ્યો દ્વારા મહામારીની રોકથામ માટે ઉઠાવવામાં આવેલા પગલાની જાણકારી લેવી અને તેને જરૂરત સમયે સાચી સલાહ આપવી સામેલછે. ઉત્તર પૂર્વી રાજ્ય અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરામાં પણ વધતા કેસને ધ્યાનમાં રાખતા કેન્દ્રએ પોતાની ટીમ ત્યાં મોકલી છે. 

— ANI (@ANI) July 13, 2021

પત્રકાર પરિષદમાં હાજર નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે વિશ્વ સ્તર પર કોરોનાની ત્રીજી લહેર જોઈ શકાય છે અને લોકોને તે નક્કી કરવા માટે કહેવામાં આવ્યું છે કે ભારતમાં આ ન થાય. 

લવ અગ્રવાલે કહ્યું કે જુલાઈમાં અત્યાર સુધી નવા કોરોનાના કેસમાં લગભગ 73.4 ટકા કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના કુલ 31443 કેસ સામે આવ્યા છે. દેશમાં રિકવરી રેટમાં તેજી આવી છે અને તે હવે 97.28 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હવે 431315 થઈ ગઈ છે, જે છેલ્લા 109 દિવસમાં સૌથી ઓછો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news