Covid in Delhi: દિલ્હીમાં 4 મહિનાના માસૂમને થયો કોરોના, બાળક ઓક્સિજન સપોર્ટ પર

રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ગત બુધવારે એક હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ સંક્રમણ દરમાં પણ વધારો જોવા મળ્યો હતો. 

Covid in Delhi: દિલ્હીમાં 4 મહિનાના માસૂમને થયો કોરોના, બાળક ઓક્સિજન સપોર્ટ પર

4 Months kid found covid positive in Delhi: રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ગત બુધવારે એક હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ સંક્રમણ દરમાં પણ વધારો જોવા મળ્યો હતો. 

4 મહિનાના બાળકની હાલત નાજુક
એવામાં દિલ્હીના LNJP હોસ્પિટલના ડોક્ટર સુરેશ કુમારે જણાવ્યું કે અત્યારે હોસ્પિટલમાં કોરોનાના કુલ 7 દર્દીઓ એડમીટ છે. જેમાંથી 5 એડલ્ટ છે અને 2 બાળકો છે. એક બાળક 7 વર્ષનું છે અને એક તો ફક્ત 4 મહિનાનું બાળક છે. તમને જણાવી દઇએ કે 4 મહિનાનું બાળક ઓક્સિજન સપોર્ટ પર છે. બાળકને કોરોના થયો છે અને બાળકની હાલત નાજુક છે. 

બાળકના પિતા પણ હોસ્પિટલમાં દાખલ 
ચાર મહિના બાળકના પિતા પણ કોવિડ પોઝિટિવ છે અને હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટર સુરેશ કુમારે જણાવ્યું કે જો પેરેન્ટ્સે વેક્સીન લીધી નથી તો તેનાથી બાળકને સંક્રમણ થઇ શકે છે. આ મામલે આપણે વધુ એલર્ટ છીએ અને જાગૃત રહેવાની જરૂર છે. 

હોસ્પિટલમાં 99 ટકા બેડ્સ હજુ પણ ખાલી
દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમણ દર 5 ટકાથી વધુ છે અને બુધવારે એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. પરંતુ દિલ્હી હોસ્પિટલાઇઝેશનનો રેટ ખૂબ ઓછો છે. હોસ્પિટલમાં 99 ટકા બેડ્સ હજુ પણ ખાલી છે. 

ગત 24 કલાકમાં 56 કોરોના સંક્રમિતોના થયા મોત
સ્વાસ્થ્ય વિભાગના અપડેટ આંકડા અનુસાર ગત 24 કલાકમાં 56 દર્દીઓના મોત નિપજ્યા છે. મૃતકોમાં કેરલના 53 અને દિલ્હી, મિઝોરમ અને ઓડિશાના એક-એક વ્યક્તિ સામેલ છે. દેશમાં કોરોનાથી અત્યારથી સુધી કુલ મૃતકોની સંખ્યા વધીને  5,22,062 થઇ ગઇ છે. મંત્રાલયે કહ્યું કે એક્ટિવ કેસમાં કુલ સંક્રમણનો દર 0.03 ટકા સામેલ છે. જ્યારે રાષ્ટ્રીય કોવિડ 19 રિકવરી દર 98.76 ટકા છે. 

દૈનિક પોઝિટિવિટી રેટ 0.53 ટકા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રલાયના અનુસાર દૈનિક પોઝિટિવિટી રેટ 0.53 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.43 ટકા નોંધાયો છે. સંક્રમણથી સજા થનારાઓની સંખ્યા વધીને  4,25,14,479 થઇ ગઇ, જ્યારે મૃત્યું દર 1.21 ટકા નોંધાયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતગર્ત દેશ્માં 187.07 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  

છેલ્લા 24 કલાકમાં કુલ 4,49,114 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 83.33 કરોડ (83,33,77,052) થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે. સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 0.43% છે અને દૈનિક સકારાત્મકતા દર 0.53% હોવાનું નોંધાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news