ગુજરાતમાં ચૂંટણી ભલે ડિસેમ્બરમાં હોય, પરંતુ ધમધમાટ હાલ દેખાયો; જાણો ભુપેન્દ્ર યાદવનો બે દિવસીય કાર્યક્રમ

ગુજરાતમાં ચૂંટણી ભલે ડિસેમ્બરમાં યોજાવાની હોય પરંતુ ચૂંટણીનો ધમધમાટ તો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ બાદ પીએમ બુધવારે દિલ્હી પહોંચ્યા તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે.

ગુજરાતમાં ચૂંટણી ભલે ડિસેમ્બરમાં હોય, પરંતુ ધમધમાટ હાલ દેખાયો; જાણો ભુપેન્દ્ર યાદવનો બે દિવસીય કાર્યક્રમ

બ્રિજેશ દોશી/ગાંધીનગર: ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ નવી સરકાર રચાયા બાદ પ્રથમ વખત ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેમના બે દિવસના આ પ્રવાસ દરમિયાન સરકાર અને સંગઠનમાં બેઠકનો ધમધમાટ રહેશે. જેમાં આગામી સમયના ચૂંટણીલક્ષી કાર્યક્રમો ઉપરાંત સરકાર-સંગઠનની કામગીરીની સમીક્ષા પણ થશે.

ગુજરાતમાં ચૂંટણી ભલે ડિસેમ્બરમાં યોજાવાની હોય પરંતુ ચૂંટણીનો ધમધમાટ તો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ બાદ પીએમ બુધવારે દિલ્હી પહોંચ્યા તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં તેઓ વર્તમાન રાજકીય- સામાજિક પરિસ્થિતિ પર ચર્ચા તેમજ સમીક્ષા કરશે. સાથે જ વર્તમાન મંત્રીઓ સાથે ભાજપના જુના જોગીઓ સાથે પણ મુલાકાત કરશે.

મહત્વપૂર્ણ છે કે નવી સરકારની રચનાને 6 માસ જેટલો સમય થઈ ચૂક્યો છે અને ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે ભાજપના શીર્ષસ્થ નેતૃત્વની સીધી નજર ગુજરાત પર છે. જ્યાં એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાની ચોક્કસ રણનીતિ સાથે ગુજરાતમાં સક્રિય છે ત્યારે ભાજપ ફરી એક વાર પોતાની જીતના રેકોર્ડને આગળ ધપાવવા રણનીતિ ઘડી રહ્યો છે.

આજથી જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પોતાના વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમની શરૂઆત કરી છે. જ્યાં તેઓ દરેક જિલ્લામાં એક દિવસ વિતાવશે અને કાર્યકરોને મળશે. તો ભાજપ પ્રભારી ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ સાથે જુના જોગીઓની વર્તમાન ગતિવિધિઓ પણ મુલાકાત દરમિયાન જાણશે જેનો વિસ્તૃત રિપોર્ટ મોવડીમંડળને આપશે.

ભાજપ પ્રભારી પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન સંગઠન અને સરકારના નેતાઓ સાથે મુલાકાત કરશે. પ્રદેશ કોર કમિટી સાથેની બેઠકમાં સરકાર અને સંગઠનના તાલમેલ અંગે ચર્ચા થશે. તો આગામી દિવસોની ચૂંટણીલક્ષી રણનીતિ ઘડાશે. ભાજપ પ્રભારીની આ મુલાકાતથી રાજકીય ગલીઓમાં અનેક અટકળો શરૂ થઈ છે પણ સુત્રોનું માનીએ તો આ પ્રવાસ લાંબા સમયથી અટવાયેલો હતો અને હવે સરકાર તેમજ સંગઠનની કામગીરીની સમીક્ષા માટે યોગ્ય સમય છે. 

નોંધનીય છે કે, ચૂંટણી જાહેર થવાને 25થી ઓછા અઠવાડિયા બાકી છે, ત્યારે રાજ્યની રાજકીય સ્થિતિનો તાગ મેળવવો જરૂરી હોવાથી આ સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ પ્રવાસ બાદ કઈ નવી રાજકીય હલચલ જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news