Covid-19 Vaccination: ભારતમાં વયસ્ક વસ્તીના 80% લોકોને લાગ્યા કોરોના વેક્સીનના બંને ડોઝ, પાર કર્યો ઐતિહાસિક આંકડો

Corona Vaccination: મનસુખ માંડવિયાએ ટ્વીટ કરતા લખ્યુ કે, બધાને વેક્સીન, ફ્રી વેક્સીન. ભારતે પોતાની 80 ટકા વયસ્ક વસ્તીને કોરોના વેક્સીનના બંને ડોઝ લગાવવાનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે. 

Covid-19 Vaccination: ભારતમાં વયસ્ક વસ્તીના 80% લોકોને લાગ્યા કોરોના વેક્સીનના બંને ડોઝ, પાર કર્યો ઐતિહાસિક આંકડો

નવી દિલ્હીઃ Covid 19 Vaccination Update: દેશમાં કોરોના વિરુદ્ધ જંગને વધુ મજબૂતી મળી છે. ભારતે પોતાની કુલ વયસ્ક વસ્તીના 80 ટકા લોકોને કોરોના વેક્સીનના બંને ડોઝ લગાવી દીધા છે. આ સંબંધમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન જાહેર કરી જાણકારી આપી છે. 

મનસુખ માંડવિયાએ ટ્વીટ કરતા લખ્યુ કે, બધાને વેક્સીન, ફ્રી વેક્સીન. ભારતે પોતાની 80% વયસ્ક વસ્તીને કોરોના વેક્સીનના બંને ડોઝ લગાવવાનો ઐતિહાસિક આંકડો પાર કરી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'સબકા પ્રયાસ'ના મંત્રની સાથે દેશ 100 ટકા રસીકરણ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 

भारत ने अपनी 80% वयस्क आबादी को कोरोना वैक्सीन की दोनों डोज लगाने का ऐतिहासिक आँकड़ा पार कर लिया है।

PM @NarendraModi जी के नेतृत्व में 'सबका प्रयास' के मंत्र के साथ देश 100% टीकाकरण की तरफ़ तेज गति से बढ़ रहा है। pic.twitter.com/X4fpG2DgRH

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) February 18, 2022

તો બીજીતરફ દેશમાં શુક્રવારે જીવલેણ કોરોના વાયરસના કેસ ઘટી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 25 હજાર 930 નવા કેસ સામે આવ્યા અને 492 લોકોના મૃત્યુ થયા છે. ગુરૂવારે 30 હજાર 757 કેસ સામે આવ્યા હતા. એટલે કે કાલની તુલનામાં કેસમાં ઘટાડો થયો છે. દેશમાં પાછલા દિવસે 66 હજાર 254 લોકો સાજા થયા છે. જાણો દેશમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ શું છે. 

એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 92 હજાર 92 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2 લાખ 92 હજાર 92 થઈ ગયા છે. તો મહામારીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 5 લાખ 20 હજાર 905 થઈ ગયા છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી 4 કરોડ 19 લાખ 77 હજાર 238 લોકો સંક્રમણ મુક્ત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news