મારૂ સન્માન કરવાની જગ્યાએ લૉકડાઉનમાં એક ગરીબ પરિવારની જવાબદારી ઉઠાવોઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, 'મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો તે મુહિમ ચલાવી રહ્યાં છે કે 5 મિનિટ ઊભા થઈને મોદીને સન્માનિત કરવામાં આવે.
Trending Photos
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેમની જાણકારીમાં આવ્યું છે કે કેટલાક લોકો તેમને સન્માનિત કરવાની મુહિમ ચલાવી રહ્યાં છે. પીએમે તેને ખુદને વિવાદોમાં ઘસેડવાની કોઈ ખુરાફાતીની શંકા વ્યક્ત કરી છે. સાથે તેમણે તે પણ કહ્યું કે, જો આ પ્રકારની મુહિમ વાળાનો ઇરાદો ખોટો નથી તો તેની સાથે જોડાયેલા લોકો લૉકડાઉન પૂરુ થવા સુધી એક ગરીબ પરિવારની જવાબદારી ઉઠાવે કારણ કે તેમના માટે તેનાથી મોટું કોઈ સન્માન ન હોઈ શકે.
મારા સન્માનની મુહિમ પાછળ ખુરાફાતી સંભવ
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, 'મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો તે મુહિમ ચલાવી રહ્યાં છે કે 5 મિનિટ ઊભા થઈને મોદીને સન્માનિત કરવામાં આવે. પ્રથમ નજરમાં આ તો મોદીને વિવાદોમાં ઘસેડવાની કોઈ ખુરાફાતી લાગે છે.'
કોરોના વાયરસઃ પીએમ મોદીએ આપ્યો લૉકડાઉન વધારવાનો સંકેત, કહ્યું- હાલની સ્થિતિ સામાજીક કટોકટી જેવી
'સન્માન કરવું છે કો લૉકડાઉનમાં કોઈ ગરીબની જવાબદારી લો'
તેમણે આગામી ટ્વીટમાં લખ્યું, 'બની શકે કે આ કોઈની સારી ઈચ્છા હોય, તો પણ મારો આગ્રહ છે કે જો ખરેખર તમારા મનમાં આટલો પ્રેમ છે અને મોદીને સન્માનિત કરવા છે તો એક ગરીબ પરિવારની જવાબદારી ઓછામાં ઓછા ત્યાં સુધી ઉઠાવો, જ્યાં સુધી કોરોના વાયરસનું સંકટ છે. મારા માટે તેનાથી મોટું સન્માન કોઈ ન હોઈ શકે.'
मेरे ध्यान में लाया गया है कि कुछ लोग यह मुहिम चला रहे हैं कि 5 मिनट खड़े रहकर मोदी को सम्मानित किया जाए। पहली नजर में तो यह मोदी को विवादों में घसीटने की कोई खुराफात लगती है।
— Narendra Modi (@narendramodi) April 8, 2020
हो सकता है कि यह किसी की सदिच्छा हो, तो भी मेरा आग्रह है कि यदि सचमुच में आपके मन में इतना प्यार है और मोदी को सम्मानित ही करना है तो एक गरीब परिवार की जिम्मेदारी कम से कम तब तक उठाइए, जब तक कोरोना वायरस का संकट है। मेरे लिए इससे बड़ा सम्मान कोई हो ही नहीं सकता।
— Narendra Modi (@narendramodi) April 8, 2020
દેશની હાલની સ્થિતિ સામાજીક કટોકટી જેવીઃ પીએમ
આ પહેલા વડાપ્રધાને બુધવારે કોરોના વાયરસને લઈને સર્વદળીય બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે 14 એપ્રિલે પૂરા થઈ રહેલા દેશવ્યાપી લૉકડાઉનને આગળ વધારવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. આ દરમિયાન મોટા ભાગના દળોએ લૉકડાઉન વધારવાની ભલામણ કરી હતી. પીએમ મોદીએ હાલની સ્થિતિને સામાજીક કટોકટીની જેમ ગણાવતા કહ્યું કે, દેશે કડક નિર્ણયો લેવા માટે મજબૂર થવી પડી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે