Covid 19 India: ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં ઘટી રહ્યાં છે કેસઃ સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને ગુજરાતમાં પણ દરરોજ  COVID19 કેસમાં નિયમિત ઘટાડો થઈ રહ્યો છે. 
 

Covid 19 India: ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં ઘટી રહ્યાં છે કેસઃ સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ વિશે જાણકારી આપતા પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, ભારતમાં દરરોજ નવા કોરોના કેસ અને મૃત્યુમાં ઘટાડાની પ્રવૃતિ જોવા મળી છે. મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગણા, ચંડીગઢ, લદ્દાખ, દમન અને દીવ, લક્ષદ્વીપ અને અંડમાન નિકોબારમાં નવા કેસમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે. ICMR ના ડીજી ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, નેશનલ પોઝિટિવિટી રેટ 21 ટકાની આસપાસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને ગુજરાતમાં પણ દરરોજ  COVID19 કેસમાં નિયમિત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં 13 એવા રાજ્યો છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. 6 રાજ્યોમાં 50 હજારથી 1 લાખ વચ્ચે સક્રિય કેસ છે. તો 17 રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યા 50 હજારથી ઓછી છે. 

— ANI (@ANI) May 11, 2021

લવ અગ્રવાલે જણાવ્યુ કે, કર્ણાટક, કેરલ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, પંજાબ, અસમ, જમ્મુ-કાશ્મીર, ગોવા, હિમાચલ પ્રદેશ, પુડુચેરી, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરૂણાચલમાં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. 26 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધુ છે. 

— ANI (@ANI) May 11, 2021

ICMR ના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, 30 એપ્રિલ 2021ના 19,45,299 ટેસ્ટ થયા, જે દુનિયામાં અત્યાર સુધી સૌથી વધુ છે. રાષ્ટ્રીય સ્તર પર પોઝિટિવિટી રેટ લગભગ 21 ટકા છે. બધા સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય સુવિધાઓમાં રેપિડ એન્ટીજન ટેસ્ટની મંજૂરી હોવી જોઈએ. તે માટે કોઈ મંજૂરીની જરૂર નથી. ઘર આધારિત ટેસ્ટનું સમાધાન કાઢવામાં આવી રહ્યું છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news