Corona Vaccine: સ્વાસ્થ્ય મંત્રાલય હવે કોરોના રસી નહીં ખરીદે, કરોડો રૂપિયાનું ફંડ પણ પરત કર્યું, જાણો કારણ

Health Ministry Big Decision on Corona Vaccine: સ્વાસ્થ્ય મંત્રાલયે હવે નિર્ણય લીધો છે કે કોરોના રસીની વધુ ખરીદી કરવામાં નહીં આવે. રસીકરણ માટે ફાળવવામાં આવેલું કરોડોનું ફંડ પણ નાણા મંત્રાલયને પાછું મોકલી દેવાયું છે. આ નિર્ણય પાછળ શું કારણ છે તે સમગ્ર વિગતો માટે વાંચો અહેવાલ...

Corona Vaccine: સ્વાસ્થ્ય મંત્રાલય હવે કોરોના રસી નહીં ખરીદે, કરોડો રૂપિયાનું ફંડ પણ પરત કર્યું, જાણો કારણ

Health Ministry Big Decision on Corona Vaccine: દેશમાં કોરોનાના ઘટતા કેસ અને રસીકરણના વધતા પર્સન્ટેજ જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નક્કી કર્યું છે કે હવે તેઓ વધુ કોવિડ રસી ખરીદશે નહીં. એટલું જ નહીં સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણ માટે ફાળવવામાં આવેલા 4,237 કરોડ રૂપિયા નાણા મંત્રાલયને પરત પણ કર્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ 1.8 કરોડથી વધુ રસી હજુ પણ સરકારના સ્ટોકમાં છે. જે છ મહિનાના રસીકરણ અભિયાન માટે પૂરતી છે. 

કેમ લેવાયો આ નિર્ણય
વાત જાણે એમ છે કે કોવિડ-19ના કેસ ઘટવાના કારણે રસી લેનારાની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે રસીકરણને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા નથી મળતો. આ વર્ષે સરકારે પણ તમામ વયસ્કોને મફતમાં બુસ્ટર ડોઝ આપવા માટે અમૃત મહોત્સવ નામથી 75 દિવસનું કોવિડ રસીકરણ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ રસીની વધુ માંગ જોવા મળી નહી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ઘણા પ્રમાણમાં રસીનો સ્ટોક પડ્યો છે. જેમાંથી  કેટલીક તો આગળના ગણતરીના મહિનાઓમાં એક્સપાયર પણ થઈ જશે. હવે આ બધા  કારણો જોતા સરકારે હવે રસી ન ખરીદવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે 6 મહિના બાદ હાલાત પ્રમાણે આગળ નિર્ણય લેવાશે. 

આ Video પણ ખાસ જુઓ...

અત્યાર સુધી કેટલા લોકોએ લીધી છે રસી
કેન્દ્ર સરકારે ગત વર્ષ 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જે હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મદદ માટે તેમને કોવિડ-19 રસી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 16 ઓક્ટોબર 2022 સુધીમાં દેશમાં 219.32 કરોડથી વધુ લોકો કોરોનાની રસી મૂકાવી ચૂક્યા હતા. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે દેશની 98 ટકા વયસ્ક વસ્તી કોવિડ-19 રસીના ઓછામાં ઓછા એક ડોઝ લઈ ચૂકી છે. જ્યારે 92 ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત દેશના 15 થી 18 વર્ષના 93.7 ટકા કિશોરોને પણ રસીનો એક ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે 72 ટકા કિશોર બંને ડોઝ લઈ ચૂક્યા છે. 12થી 14 વર્ષના વર્ગમાં 87.3 ટકા લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે 68.1 ટકા લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાંથી 27 ટકા લોકોને બુસ્ટર ડોઝ મળી ચૂક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news