Covid Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં કોરોના ફરી બેકાબૂ, એક દિવસમાં 81% કેસ વધ્યા, મુંબઈમાં ડબલ કેસ

Covid Cases in Maharashtra: દેશમાં ફરી કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં મંગળવારે 1881 કેસ સામે આવ્યા છે, જે સોમવાર કરતા 81 ટકા વધારે છે. 

Covid Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં કોરોના ફરી બેકાબૂ, એક દિવસમાં 81% કેસ વધ્યા, મુંબઈમાં ડબલ કેસ

મુંબઈઃ દેશમાં ફરી કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. માત્ર મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના સંક્રમણના 1881 નવા કેસ સામે આવ્યા, જે સોમવારના મુકાબલે 81 ટકા અને 18 ફેબ્રુઆરી બાદ સૌથી વધુ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે આ કેસ B.A.5 વેરિએન્ટના છે. 

આર્થિક રાજધાની મુંબઈમાં વધ્યા કેસ
માત્ર મુંબઈમાં 1242 કેસ સામે આવ્યા, જે સોમવારની તુલનામાં ડબલ છે. પરંતુ આ દરમિયાન કોઈ મૃત્યુ થયા નથી. સોમવારે રાજ્યમાં 1036 કેસ સામે આવ્યા હતા તો મુંબઈમાં 676 કેસ સામે આવ્યા હતા. ધ્યાન આપવા જેવી વાત છે કે સોમવારે ઓછા કેસ સામે આવવાનું કારણ વીકેન્ડમાં થયેલા ઓછા ટેસ્ટ હતા. મંગળવારે નવા કેસ બાદ મુંબઈમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 78,96,114 પહોંચી ગઈ જ્યારે મોતના આંકડા (1,47,866) માં કોઈ વધારો થયો નથી. 

મંગળવારે મહારાષ્ટ્રમાં 18 ફેબ્રુઆરી બાદ સૌથી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે રાજ્યમાં 2086 નવા કેસ નોંધાયા હતા. બીજે મેડિકલ કોલેજ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જીનોમ સીક્વેન્સિંગના તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે પુણેની 31 વર્ષીય મહિલા B.A.5 વેરિએન્ટથી પીડિત હતી. કહેવામાં આવ્યું કે મહિલામાં કોઈ લક્ષણ નહોતા અને તે હોમ આઈસોલેશનમાં સાજી થઈ ગઈ હતી. 

28 મેએ મહારાષ્ટ્રમાં પ્રથમવાર B.A.4 સબ લાઇનેઝના ચાર અને B.A.5 સબ-લાઇનેઝના ત્રણ કેસ સામે આવ્યા હતા. 1242 કેસ પર મુંબઈમાં ડેલી ઇન્ફેક્શન રેટ 29 જાન્યુઆરી બાદ સૌથી વધુ હતો, ત્યારે શહેરમાં 1411 કેસ સામે આવ્યા હતા. મહત્વનું છે કે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં વધારો થઈ રહ્યો છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 8432 છે. નંદુરબાર, ધુલે, જાલના, અકોલા, બુલઢાણા અને ગોંદિયા જિલ્લામાં મંગળવાર સુધી કોઈ એક્ટિવ કેસ નથી. તો અહીં છેલ્લા 24 કલાકમાં 878 દર્દી સાજા થયા છે. ત્યારબાદ રાજ્યમાં રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 77,39,816 થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ 98.02 ટકા છે. સોમવારે સાંજથી અત્યાર સુધી 35,694 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news