India Covid Update: કોરોનાનો વધી રહ્યો છે પ્રકોપ, નવા કેસમાં તોતિંગ ઉછાળો, જાણો 24 કલાકમાં કેટલા દર્દીઓ નોંધાયા

Corona Latest Update: ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. નવા કેસમાં 23.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

India Covid Update: કોરોનાનો વધી રહ્યો છે પ્રકોપ, નવા કેસમાં તોતિંગ ઉછાળો, જાણો 24 કલાકમાં કેટલા દર્દીઓ નોંધાયા

Corona Latest Update: ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. નવા કેસમાં 23.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 12249 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી એક દિવસમાં 13 દર્દીઓના જીવ ગયા છે. 

નવા કેસમાં ચિંતાજનક ઉછાળો
દેશમાં કોરોનાના નવા કેસમાં 23.4 ટકાનો ઉછાળો નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં 12249 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ પહેલા ગઈ કાલે બહાર પડેલા આંકડા મુજબ કોરોનાના નવા 9923 કેસ નોંધાયા હતા. 

81687 એક્ટિવ કેસ
એક્ટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. હાલ દેશમાં 81687 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. 4,27,25,055 લોકો કોરોનાને માત આપીને અત્યાર સુધીમાં સાજા થયા છે. જ્યારે મહામારીના કારણે અત્યાર સુધીમાં 5,24,903 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

Active cases 81,687
Daily positivity rate 3.94% pic.twitter.com/O7T0QQfzI4

— ANI (@ANI) June 22, 2022

મહારાષ્ટ્રમાં કોરોનાએ ટેન્શન વધાર્યું
કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. રાજ્ય આરોગ્ય વિભાગે બહાર પાડેલા આંકડા મુજબ 24 કલાકમાં 3659 નવા કેસ નોંધાયા છે. પોઝિટિવિટી રેટ 9.36 ટકા નોંધાયો છે. જ્યારે એક દર્દીનું 24 કલાકમાં કોરોનાથી મૃત્યુ નોંધાયું છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 2354 કેસ નોંધાયા હતા. જ્યારે પોઝિટિવિટી રેટ 10.36 ટકા હતો. 

કેરળમાં પણ ચિંતાનું સ્તર
મહારાષ્ટ્ર ઉપરાંત કેરળમાં પણ કોરોનાનો સંક્રમણ દર સતત વધી રહ્યો છે. મંગળવારે પોઝિટિવિટી રેટ 17.76 ટકા નોંધાયો હતો. કેરળમાં 21 જૂનના રોજ કોરોનાના 2609 કેસ નોંધાયા, ત્યારબાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને 22593 થઈ ગઈ. આ અગાઉ સોમવારે કેરળમાં 2786 નવા કેસ નોંધાયા હતા. જ્યારે પોઝિટિવિટી રેટ 16.08 ટકા જોવા મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news