Graded Response Action Plan: પીળો કલર થયો તો જિમ-થિયેટર બંધ, રેડ થશે તો ફૂલ લોકડાઉન, જાણો શું છે આ એક્શન પ્લાન 

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે  કોરોના માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(Graded Response Action Plan) તૈયાર કર્યો છે.

Graded Response Action Plan: પીળો કલર થયો તો જિમ-થિયેટર બંધ, રેડ થશે તો ફૂલ લોકડાઉન, જાણો શું છે આ એક્શન પ્લાન 

નવી દિલ્હી: દિલ્હી (Delhi) ની અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારે  કોરોના માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(Graded Response Action Plan) તૈયાર કર્યો છે. શુક્રવારે દિલ્હીમાં થયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ની બેઠકમાં આ પ્લાનને મંજૂરી અપાઈ ગઈ. આ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણ મામલે ક્યારે કયા સંજોગોમાં શું એક્શન લેવાશે. આ પ્લાનમાં ચાર પ્રકારના અલર્ટ રહેશે. લેવલ-1 (Yellow), લેવલ-2 (Amber), લેવલ-3 (Orange) અને લેવલ-4 (Red).

પીળો એટલે કે યલો અલર્ટ કયારે જાહેર થાય
જો સતત બે દિવસ સુધી કોરોના સંક્રમણનો દર 0.5 ટકા કે પછી સતત સાત દિવસના સમયગાળા દરમિયાન 1500થી વધુ કે પછી સરેરાશ 500 ઓક્સિજન બેડ હોસ્પિટલમાં સાત દિવસ સુધી ભરાયેલા રહે તો યલો અલર્ટ જાહેર કરી શકાય. આ દરમિયાન બાંધકામ ગતિવિધિઓ ચાલુ રહેશે. દિલ્હી સરકારની ઓફિસોમાં એ ગ્રેડ ઓફિસર્સના 100 ટકા સ્ટાફે આવવાનું રહેશે. બાકીના 50 ટકા સ્ટાફ બોલાવી શકશે. પ્રાઈવેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ આવશે. દુકાનો ઓડ ઈવનના આધારે સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી ખુલશે. 

ઓડ ઈવ બેઝ પર મોલ સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી ખુલશે. દરેક ઝોનમાં 50 ટકા વેપારીઓ સાથે એક વીકલી માર્કેટ જ ચાલશે. રેસ્ટોરા અને બાર 50 ટકા ક્ષમતા સાથે ચાલશે. પબ્લિક પાર્ક ખુલશે. હોટલ ખુલશે. સલૂન ખુલશે. થિયેટરો, સિનેમાઘરો, બેન્ક્વેટ હોલ, જિમ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક બંધ રહેશે. 

આ સાથે જ દિલ્હી મેટ્રો અને બસોમાં સિટિંગ કેપેસિટીના પ્રમાણે 50 ટકા લોકો મુસાફરી કરી શકશે. પરંતુ સ્ટેન્ડિંગની મંજૂરી નહીં હોય. નાઈટ કરફ્યૂ રાતે દસથી સવારે 5 સુધી રહેશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બંધ રહેશે. સ્વિમિંગ પૂલ બંધ રહેશે. ઓટો, ઈ રિક્ષામાં બે સવારી, ટેક્સી કેબ, ગ્રામીણ સેવા, ફટફટ સેવામાં બે સવારી, મેક્સી કેબમાં 5 સવારી, આરટીવીમાં 11 લોકો બેસી સકશે. 

અંબર અલર્ટ
જો સતત બે દિવસ સુધી કોરોના સંક્રમણ દર એક ટકા કે પછી સાત દિવસના સમયગાળામાં સતત 3500 કેસ કે પછી હોસ્પિટલોમાં સાત દિવસ સુધી 700 ઓક્સિજન બેડ ભરેલા રહે તો અંબર અલર્ટ જાહેર કરાશે. જે હેઠળ બાંધકામ ગતિવિધિ ચાલુ રહેશે. દુકાનો ઓડ-ઈવન બેઝ પર સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ખુલશે. ઓડ ઈવન બેઝ પર મોલ સવારે 10થી સાંજે 6 સુધી ખુલશે. દરેક ઝોનમાં 50 ટકા વેન્ડર સાથે એક વીકલી માર્કેટ જ લાગશે. રેસ્ટોરા અને બાર બંધ રહેશે. માત્ર હોમ ડિલિવરીની મંજૂરી રહેશે. 

આ દરમિયાન સલૂન અને જિમ બંધ રહેશે. દિલ્હી મેટ્રોમાં સિટિંગ કેપેસિટી પ્રમાણે 3 3ટકા લોકોને જવાની મંજૂરી મળશે. બસોમાં સિટિંગ કેપેસિટી મુજબ 50 ટકા લોકોને મુસાફરીની મંજૂરી રહેશે. ઓટો, ઈ રિક્ષામાં બે સવારી, ટેક્સી કેબ, ગ્રામીણ સેવા, ફટફટ સેવામાં બે સવારી, મેક્સી કેબમાં 5 સવારી, આરટીવીમાં 11 લોકો બેસી સકશે. નાઈટ કરફ્યૂ અને વીકેન્ડ કરફ્યૂ લાગુ રહેશે. પબ્લિક પાર્ક બંધ રહેશે. 

ઓરેન્જ અલર્ટ ક્યારે જાહેર થઈ શકે
જો સતત બે દિવસ સુધી સંક્રમણ દર 2 ટકા કે સાત દિવસના સમયગાળામાં 9000થી વધુ કેસ કે હોસ્પિટલોમાં સરેરાશ 1000થી વધુ ઓક્સિજન બેડ સાત દિવસ સુધી ભરાયેલા રહે તો ઓરેન્જ અલર્ટ જાહેર કરી શકાશે. જે હેઠળ ફક્ત ત્યાં જ બાંધકામ કાર્ય ચાલુ રહી શકશે જ્યાં મજૂરો બાંધકામ સ્થળે જ રહેતા હોય. ઈન્ડસ્ટ્રી, પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ યૂનિટ બંધ  રહેશે. ઓનસાઈટ વર્કર્સ સાથે જરૂરી ચીજોની ઈન્ડસ્ટ્રી ખુલ્લી રહેશે. જરૂરી ચીજોને બાદ કરતા બધી દુકાનો બંધ રહેશે. સ્ટેન્ડ અલોન દુકાનો સવારે 10થી સાંજે 6 સુધી ખુલી શકે છે. મોલ્સ બંધ રહેશે. વીકલી માર્કેટ પણ બંધ રહેશે. દિલ્હી મેટ્રો બંધ રહેશે. બસોમાં સિટિંગ કેપેસિટી પ્રમાણે જરૂરી સેવાઓ સંબંધિત લોકોને જ મુસાફરીની મંજૂરી રહેશે. તે પણ 50 ટકા કેપેસિટી સાથે. 

રેડ અલર્ટ એટલે ફૂલ લોકડાઉન
જો સતત બે દિવસ સુધી સંક્રમણ દર 5 ટકા કે સાત દિવસના સમયગાળામાં 16000થી વધુ કેસ કે હોસ્પિટલોમાં સરેરાશ 3000 ઓક્સિજન બેડ્સ સતત સાત દિવસ સુધી ભરેલા રહે તો રેડ અલર્ટ જાહેર કરાશે. આ દરમિયાન ઓનસાઈટ રહેતા મજૂરો હશે ત્યાં જ બાંધકામની મંજૂરી રહેશે. ઈન્ડસ્ટ્રી પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ રહેશે. ઓનસાઈટ વર્કર સાથે જરૂરી ચીજોની ઈન્ડસ્ટ્રી ખુલશે. જરૂરી ચીજોને બાદ કરતા તમામ દુકાનો બંધ રહેશે. સ્ટેન્ડ અલોન દુકાનો સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ખુલી શકે છે. મોલ્સ બંધ રહેશે. વીકલી માર્કેટ બંધ રહેશે. મેટ્રો બંધ કરાશે. 50 ટકા સિટિંગ કેપેસિટી સાથે બસોમાં ફક્ત જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો જ મુસાફરી કરી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news