ખેડા અકસ્માત: અમદાવાદ-વડોદરા હાઈવે એસયુવી કારે ઇકો કારને મારી ટક્કર, પોલીસ ઘટના સ્થળ પર

ખેડા જિલ્લાના (Kheda) અમદાવાદ-વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. એસયુવી કારના (SUV Car) ચાલેક ઇકો કારને (Eeco Car) પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતા પોલીસ (Police) કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો

ખેડા અકસ્માત: અમદાવાદ-વડોદરા હાઈવે એસયુવી કારે ઇકો કારને મારી ટક્કર, પોલીસ ઘટના સ્થળ પર

નચિકેત મહેતા/ ખેડા: ખેડા જિલ્લાના (Kheda) અમદાવાદ-વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. એસયુવી કારના (SUV Car) ચાલેક ઇકો કારને (Eeco Car) પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતા પોલીસ (Police) કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં (Nadiad Civil Hospital) ખસેડવામાં આવ્યા છે.

ખેડા જિલ્લાના (Kheda) અમદાવાદ- વડોદરા હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો છે. અમદાવાદ-વડોદરા હાઈવે (Ahmedabad-Vadodara Highway) પર પીજ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી ઇકો કાર (Eeco Car) પસાર થઈ રહી હતી તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી નંબર પ્લેટ વગરની એસયુવી કારને (SUV Car) જોરદાર ટક્કર મારી હતી.

ઈકો કારને (Eeco Car) અસયુવી કારે પાછળથી ટક્કર મારતા ઈકો કાર ચાલક સહિત એક વૃદ્ધ મહિલાને ઇજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માત (Accident) સર્જાતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો (Police) ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘાયલોને સરાવર અર્થે 108 ની મદદથી નડિયાદની સિવિલ હોસ્પિટલ (Nadiad Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news