કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 1 દિવસમાં 55 હજારથી વધુ કેસ; કુલ કેસ 16 લાખને પાર
Trending Photos
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના સૌથી વધારે 55,078 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 16,38,870 પોઝિવિટ કેસ સામે આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા સંક્રમિત દર્દીઓની સંખ્યા 10,57,805 સુધી પહોંચી ગઇ છે.
દેશભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 35,747 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કારણે 779 લોકોના મોત થયા છે. જ્યારે 37,223 દર્દીઓ સાજા થયા છે.
જોકે રિકવરી રેટ વધીને 64.54 ટકા થઇ ગયો છે. દેશભરમાં 30 જુલાઇ સુધી 1,88,32,970 કોરોના સેમ્પલની તપાસ થઇ ગઇ છે. ગત એક દિવસમાં એટલે કે 30 જુલાઇના 6,42,588 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
દેશમાં કોરોના પોઝિટિવ રેટ 8.57 ટકા છે. પહેલાથઈ પોઝિટિવ રેટમાં ઘટાડો આવી રહ્યો છે એટલે કે રાહતની વાત છે કે ટેસ્ટમાં વધારો થયો છે. તે હિસાબથી પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઓછી થઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે