મુસ્લિમ સંગઠનોએ છપાવ્યા માફી પત્રો, કહ્યું અમે શર્મિંદા છીએ માફી માટે શબ્દો નથી
Trending Photos
નવી દિલ્હી :મધ્યપ્રદેશનાં ઇંદોરના ટાટપટ્ટી બાખલ ઇલાકેમાં ગત્ત દિવસોમાં સ્વાસ્થય વિભાગની ટીમ કોરોના સંક્રમિતોની તપાસ કરવા માટે પહોંચી હતી. જ્યાં ટોળાએ સ્વાસ્થય વિભાગની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાએ ઇંદોર જ નહી પરંતુ દેશનાં તમામ મુસ્લિમ સમુદાયના લોકોને શરમજનક સ્થિતીમાં મુક્યા છે. એવામાં ટાટપટ્ટી બાખલની ઘટના માટે ઇંદોરના પ્રમુખ મુસ્લિમ સંગઠને પોતાની તરફથી અખબારમાં માફીનામું છપાવીને જાહેર રીતે ડોક્ટર્સ અને નર્સ સહિત તમામ લોકોની માફી માંગી છે.
લોકડાઉનના 13 દિવસની 13 મોટી વાતો, એક ક્લિકમાં સમાજીએ દેશની સ્થિતિ
મુસ્લિમ સંગઠનો તરફતી છપાયેલું માફીનામામાં કહેવામાં આવ્યું કે, ડો. તૃપ્તિ કટારિયા, ડો. જકિયા સૈયદ, સમસ્ત ડોક્ટર નર્સો મેડિકલ ટીમ, શાસન પ્રશાસનનાં સમસ્ત અધિકારી તમામ પોલીસ કર્મચારી, તમામ આશા આંગણવાડી સંસ્થાઓ અને સમસ્ત લોકો કોરોનાના બચાવમાં લાગેલા છે. અમારી પાસે તમારી પાસે શબ્દ નથી જેનાથી અમે માફી માંગી શકીએ. વિશ્વાસ રાખો અમે શર્મસાર છીએ, તે અપ્રિય ઘટનામાં જાણતા અજાણતા અને અફવામાં આવીને થઇ છે.
માફીનામાં આગળ લખ્યું છે કે અમે એકરાર કરીએ છીએ કે તે ભગવાન પછી માત્ર તમે જ લોકો છો, જે અમારી દરેક બિમારી અને દરેક મુશ્કેલ સમય અમારા માટે દિવાલ બનીને ઉભા રહો છો. એટલા માટે આજે અમે દિલથી તમામની માફી માંગીએ છીએ. અમને માફ કરી દો. સાથે જ આગળ કહ્યું કે, અમે પાછળ જઇને તેને સુધારી તો ન શકીએ, પરંતુ વચન આપીએ છીએ કે ભવિષ્યમાં સમાજની દરેક કમીને ખતમ કરવા માટેનો દરેક શક્ય પ્રયાસ કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે