કોરોના પર 2-2 ગુડ ન્યૂઝ, એક્ટિવ કેસ 7.5 લાખથી નીચે અને વિશ્વમાં મૃત્યુદર સૌથી ઓછો


સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં રિકવર કેસની સંખ્યા 67 લાખથી વધુ થઈ ગઈ છે. જે કોઈપણ દેશમાં સૌથી વધુ સંખ્યા છે. તેમણે કહ્યું કે, અમે અત્યાર સુધી 9 કરોડ 60 લાખ ટેસ્ટ કર્યાં છે, આ વિશ્વની બીજી સૌથી વધુ સંખ્યા છે. 
 

કોરોના પર  2-2 ગુડ ન્યૂઝ, એક્ટિવ કેસ 7.5 લાખથી નીચે અને વિશ્વમાં મૃત્યુદર સૌથી ઓછો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલા જંગમાં સફળતા મળતી દેખાઈ રહી છે. સરકાર અને સામાન્ય લોકોના સહયોગથી આ ઘાતક બીમારીને કેટલીક હદ સુધી રોકવામાં સફળ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં રિકવરી રેટ વિશ્વમાં સૌથી સારો અને અહીં કોરોનાથી થનારા મોતનો આંકડો પણ ઓછો છે.

ભારતમાં હવે એક્ટિવ કેસ 7.5 લાખથી પણ નીચે
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારત રિકવર કેસની સંખ્યા 67 લાખથી વધુ થઈ ગઈ છે. જે કોઈપણ દેશમાં સૌથી વધુ સંખ્યા છે. તેમણે કહ્યું કે, અમે અત્યાર સુધી 9 કરોડ 60 લાખ ટેસ્ટ કર્યા છે, આ વિશ્વની બીજી સૌથી મોટી સંખ્યા છે. મંત્રાલયે જે આંકડા મીડિયા સમક્ષ રાખ્યા તે અનુસાર ભારતમાં હવે એક્ટિવ કેસ 7.5 લાખથી નીચે આવી ગયા છે. આ દર્શાવે છે કે ભારત કોરોના સામે જંગમાં સારૂ કરી રહ્યું છે. 

વિશ્વમાં સૌથી ઓછો મૃત્યુદર
સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, પ્રતિ 10 લાખ જનસંખ્યા પર ભારતમાં મૃત્યુદર 83 છે, આપણે વિશ્વમાં સૌથી ઓછી મૃત્યુદર વાળા દેશમાં છીએ. વિશ્વનો સરેરાશ મૃત્યુદર 142 છે. તેમણે આગળ કહ્યું કે, સક્રિય મામલામાં સતત ઘટાડો નોંધાયો છે. 18 સપ્ટેમ્બરે સક્રિય કેસોની સંખ્યા 10 લાખથી વધુ હતી. હવે એક્ટિવ કેસોની સંખ્યા 7,48,538 છે. 

6 રાજ્યોએ વધારી ચિંતા
મંત્રાલયે જણાવ્યું કે, હજુ કેટલાક વિસ્તારમાં કોરોનાના રેકોર્ડ કેસ સામે આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, ભારતના કુલ કેસમાં 64 ટકા કેસ માત્ર આ છ રાજ્યો (મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ)થી આવી રહ્યાં છે. આ સિવાય વિશ્વમાં પર મિલિયન એક્ટિવ કેસોની વાત કરીએ તો ભારતમાં સૌથી ઓછા છે. છેલ્લા સાત દિવસમાં ભારતમાં એક મિલિયન જનસંખ્યા પર 310 કેસ સામે આવ્યા છે. જ્યારે વિશ્વની એક એવરેજ જોવામાં આવે તો તે 315 છે જ્યારે અન્ય દેશ જેમ કે બ્રાઝિલમાં આ આંકડો 665, રશિયામાં 706, સ્પેનમાં 936, અમેરિકામાં 1153 અને યૂકેમાં 1746 છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news