દેશમાં 16 રાજ્યોમાં ફેલાયો ઘાતક કોરોના વાયરસ, ક્યા શું છે સ્થિતિ તે જાણવા માટે કરો ક્લિક
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાઈરસનો કેર દુનિયાની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. મંગળવારે પશ્ચિમ બંગાળમાં પણ પહેલા સંક્રમણ કેસની પુષ્ટિ થઈ છે. હાલ દેશમાં કોરોના વાઈરસના કુલ 147 કેસ સામે આવ્યાં છે. જેમાં 25 વિદેશી છે. ત્રણ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ભારત સરકાર તરફથી લોકોને આ અંગે જાગરૂક કરવામાં આવી રહ્યાં છે. આ વાયરસને રોકવા માટે પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પણ સરકાર પાછા લાવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યવાર કેટલા મામલા સામે આવ્યાં છે તે જુઓ વિગતવાર...
રાજ્યવાર કોરોના વાયરસની પરિસ્થિતિ.... (18મી માર્ચ 2020ના રોજ સવારે 9.00 વાગ્યા સુધી)
Ministry of Health and Family Welfare: Total number of confirmed #COVID19 cases in India rises to 147 - comprising 122 Indian nationals and 25 foreign nationals (as on 18.03.2020 at 09:00 AM) pic.twitter.com/Lzw64idp5F
— ANI (@ANI) March 18, 2020
સરકારે બહાર પાડ્યા હેલ્પલાઈન નંબર
કોરોના સંબંધિત જાણકારી લેવા કે આપવા માટે હેલ્પલાઈન નંબર +91-11-23978046 પર ફોન કરી શકાય છે. આ ઉપરાંત દરેક રાજ્યે પોતાના હેલ્પલાઈન નંબર પણ બહાર પાડેલા છે. જેમાં ગુજરાતમાં હેલ્પલાઈન નંબર 104 છે. ગુજરાતમાં બે જગ્યાએ કોરોના વાયરસના ટેસ્ટ થાય છે. જેમાં અમદાવાદની બી જે મેડિકલ કોલેજ અને જામનગરની એમ પી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં આ વાયરસ અંગેના ટેસ્ટ હાથ ધરાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે