corona virus: વિશ્વના 18 દેશોમાં પહોંચ્યો કોરોના વાયરસ, અત્યાર સુધી 132 લોકોના મોત

કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 132ને પાર કરી ગયો છે. તો 840થી વધારે નવા કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે સરકારી આંકડા મુજબ 5300 મામલાનો ખુલાસો થયો છે. 

corona virus: વિશ્વના 18 દેશોમાં પહોંચ્યો કોરોના વાયરસ, અત્યાર સુધી 132 લોકોના મોત

નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરમાં જે પ્રમાણે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.  અને તેના 18થી વધુ દેશમાં કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધી 132 લોકોના મોત થયા છે. ત્યારે તેને રોકવા માટે ભારત સરકારે એરપોર્ટ પર અલર્ટ આપી દીધું છે. સાથે જ આયુષ મંત્રાલય અંતર્ગત આયુર્વેદ, હોમિયોપેથી અને યૂનાની ચિકિત્સાના ફાયદાની માહિતી આપતી એડવાઈઝરી પણ જાહેર કરી છે.

અત્યાર સુધી 132 લોકોના મોત
કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 132ને પાર કરી ગયો છે. તો 840થી વધારે નવા કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે સરકારી આંકડા મુજબ 5300 મામલાનો ખુલાસો થયો છે. જેના પગલે જાપાને 200 નાગરિકોને એરલિફ્ટ કર્યા તો અમેરિકાએ પણ 240 નાગરિકોને હવાઈ માર્ગથી બહાર કાઢી લીધા છે. ત્યારે ભારત સરકારે પણ વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. કેમ કે વુહાનમાં 700થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે. 

અત્યાર સુધી 18 દેશોમાં પહોંચ્યો કોરોના વાયરસ
આવનારા સમયમાં કોરોના વાયરસથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યા વધી શકે છે. તે વાયરસ ચીન સહિત દુનિયાના અનેક દેશોને પોતાની ચપેટમાં લઈ ચૂક્યો છે. 
અત્યાર સુધી જે દેશો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે. તેમાં જાપાન, સાઉથ કરિયા, તાઈવાન, હોંગકોંગ, મકાઉ, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, સિંગાપુર, અમેરિકા, થાઈલેન્ડ, નેપાળ, ફ્રાન્સ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.

ચિનના બધા પ્રાંતમાં કોરોનાનો કહેર
તિબ્બતને છોડીને ચીનના બધા પ્રાંતમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓ માટે તેને ફેલાતો રોકવો એક મોટો પડકાર બની ગયો છે. ચીન ઉપરાંત થાઈલેન્ડમાં 7 કેસ, જાપાનમાં 3 કેસ, અમેરિકામાં 3 કેસ, વિયેતનામમાં  2 કેસ, સિંગાપુરમાં 4 કેસ, મલેશિયામાં 3 કેસ, નેપાળમાં 1 કેસ, ફ્રાંસમાં 3 કેસ, ઓસ્ટ્રેલિયામાં 4 કેસ અને શ્રીલંકામાં 1 કેસ નોંધાયો છે.

ચીનમાં જનજીવન બન્યું મુશ્કેલ
ચીનમાં કોરોના વાયરસના કારણે લોકોનું જીવવું, હરવું-ફરવું મુશ્કેલ બની ગયું છે. કોરોના વાયરસના કારણે મોતનો આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. તો 840 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news