કોરોનાની ઝપેટમાં આવી ગયું નવી મુંબઈનું APMC માર્કેટ, 117 લોકો કોરોના પોઝિટિવ 

કોરોના વાયરસે દેશમાં સૌથી વધુ જ્યાં કેર વર્તાવ્યો છે તે મહારાષ્ટ્ર રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં 16758 જેટલા કેસ સામે આવ્યાં છે. જ્યારે 651 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સૌથી વધુ કેસ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યા છે. નવી મુંબઈના એપીએમસી (Agricultural Produce Market Committee) માર્કેટમાં કામ કરનારા પર કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે. 
કોરોનાની ઝપેટમાં આવી ગયું નવી મુંબઈનું APMC માર્કેટ, 117 લોકો કોરોના પોઝિટિવ 

નવી મુંબઈ: કોરોના વાયરસે દેશમાં સૌથી વધુ જ્યાં કેર વર્તાવ્યો છે તે મહારાષ્ટ્ર રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં 16758 જેટલા કેસ સામે આવ્યાં છે. જ્યારે 651 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સૌથી વધુ કેસ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યા છે. નવી મુંબઈના એપીએમસી (Agricultural Produce Market Committee) માર્કેટમાં કામ કરનારા પર કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે. 

માર્કેટ અને તેની સાથે જોડાયેલાઓમાંથી અત્યાર સુધીમાં  117 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. જેમાંથી 55 લોકો એવા છે કે જેઓ એપીએમસીમાં કામ કરે છે જેમ કે વેપારી, કર્મચારી અને મજૂરો. જ્યારે 62 લોકો તેમના પરિવારજનો અથવા તેમના નીકટના લોકો છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે એપીએમસી મુંબઈ પાસેના વિસ્તાર નવી મુંબઈમાં આવેલું સૌથી મોટું માર્કેટ છે. જ્યાં શાકભાજી, ફ્રૂટ, મસાલા અને અન્ય સામાન આવે છે અને ત્યારબાદ ત્યાંથી મુંબઈ, થાણા, અને તેની આસપાસના વિસ્તારોમાં વેચાણ માટે જાય છે. નવી મુંબઈમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 440 છે. જેમાં એપીએમસીના લોકો પણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news