ગુજરાત માટે ખતરાની ઘંટડી, આ 19 રાજ્ય માટે કેન્દ્રએ આપ્યું કોરોના એલર્ટ

Gujarat Corona Update : રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર, કર્નાટક, કેરલ, તેલંગાના, આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, દિલ્લી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, લદ્દાખ, ઓડિશા, પોડુંચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસમાં વધારો થયો

ગુજરાત માટે ખતરાની ઘંટડી, આ 19 રાજ્ય માટે કેન્દ્રએ આપ્યું કોરોના એલર્ટ

Covid 19 Update : છેલ્લા ઘણા વર્ષોથી કોરોનાના કહેરથી દુનિયાભરમાં વિપરીત અસર જોવા મળી રહી છે. પરંતુ થોડા સમયની રાહત બાદ ફરી એકવાર કોરોનાનો કહેર વધી રહ્યો છે. ઝડપથી વધતા કોરોનાના કેસથી ફરી એકવાર તંત્ર અને લોકોની ચિંતા વધી ગઈ છે. ત્યારે સરકાર પણ એક્શનમાં આવી ગાઈડ લાઈન જાહેર કરી છે.

દેશમાં ફરી એકવાર કોરોના ડરાવી રહ્યો છે. એક જ દિવસમાં કોરોનાના 796થી વધુ કેસ નોંધાતા કેન્દ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. જેમાં 19 રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે સંક્રમણ વધતા કેન્દ્ર સરકારે ગાઈડ લાઈન જાહેર કરી છે. જેથી કોરોનાથી બચવા માટે ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી છે.

દેશમાં 5 હજારથી વધુ કોરોનાના દર્દી
ભારતમાં ફરી એકવાર કોરોનાના દૈનિક કેસ 796થી વધુ થઈ ગઈ છે. સાથે સંક્રમણ વધતા કોરોનાના દર્દીઓની સંક્યા પણ વધીને 4 કરોડ 46 લાખ 93 હજાર 506 પર પહોંચી ગઈ છે. જેમાં હાલ દેશમાં 5 હજાર 26 લોકોની સારવાર ચાલી રહી છે. ત્યારે 109 દિવસ બાદ ફરી એકવાર કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5 હજારને પાર પહોંચી ગઈ છે.

19 રાજ્યમાં કહેર, ગુજરાતમાં પણ ખતરાની ઘંટી
રિપોર્જ મુજબ મહારાષ્ટ્ર, કર્નાટક, કેરલ, તેલંગાના, આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, દિલ્લી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, લદ્દાખ, ઓડિશા, પોડુંચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.

કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડ લાઈન
દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં સંક્રમણને રોકવા મટે 6 રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં રિસ્ક એસેસમેન્ટ આધારિત અભિગમ અપનાવવા કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે પત્ર લખી આ રાજ્યોને કહ્યું કે કેટલાક રાજ્ય છે જ્યાં મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. જેનાથી આ સ્થાનિક સ્તરે સંક્રમણના ફેલાવાના સંકેત મળી રહ્યા છે. જેથી આવા રાજ્યમાં સ્થિતિનું નિરીક્ષણ કરી સંક્રમણને રોકવા તાત્કાલિક એક્શન પ્લાન બનાવી તેના અમલની જરૂર છે.

ભીડવાળી જગ્યાયે ગાઈડ લાઈનનું પાલન જરૂરી
કેન્દ્રીય આરોગ્ય સચીવે લોકોને ભીડવાળા સ્થાને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરી છે. સાથે જ કહ્યું કે સંક્રમણને રોકવાના ઉપાયનો અમલ કરવાની જરૂર છે. જેથી તમામ સ્વાસ્થ્ય કેન્દ્રમાં કોરોનાના નવા અને ગંભીર દર્દીઓ પર નજર રાખવા પર ભાર આપવા કહ્યું છે. સાથે આંતરરાષ્ટ્રીય યાત્રિકો માટે ઝીનોમ સિક્વસિંગ, સેમ્પલ એકઠા કરવા, કેસનું ટ્રેકિંગ કરી, ભીડવાળા સ્થળે ગાઈડ લાઈનનું પાલન કરવા પર ભાર આપવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news