Corona Update: એક જ દિવસમાં 72 હજારથી વધુ કેસ, મુંબઈમાં લક્ષણો વગરના દર્દીઓએ મુશ્કેલી વધારી 

Corona Virus Update: દેશમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 72,330 દર્દીઓ નોંધાયા છે.

Corona Update: એક જ દિવસમાં 72 હજારથી વધુ કેસ, મુંબઈમાં લક્ષણો વગરના દર્દીઓએ મુશ્કેલી વધારી 

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 72,330 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 459 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સાઈલેન્ટ રીતે કોરોના કેર વર્તાવી રહ્યો છે. મોટા ભાગના દર્દીઓને કોરોનાના લક્ષણો દેખાતા જ નથી જે ચિંતાજનક બાબત છે. આ ઉપરાંત દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાનું ચાલુ થશે. 

એક જ દિવસમાં કોરોનાના 72 હજારથી વધુ કેસ
સરકારના જણાવ્યાં મુજબ કોરોનાના એક જ દિવસમાં 72,330 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે  કુલ કેસની સંખ્યા 1,22,21,665 પર પહોંચી છે. જેમાંથી 1,14,74,683 લોકો રિકવર થયા છે. જ્યારે 5,84,055 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાથી એક જ દિવસમાં 459 લોકોના મોત થયા છે. સતત મોતનો આંકડો વધી રહ્યો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,62,927 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં  6,51,17,896 લોકોને રસી અપાઈ છે. દેશમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, એમપીમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. 

Total cases: 1,22,21,665
Total recoveries: 1,14,74,683
Active cases: 5,84,055
Death toll: 1,62,927

Total vaccination: 6,51,17,896 pic.twitter.com/zoMlMyXlKj

— ANI (@ANI) April 1, 2021

આજથી 45 વર્ષથી ઉપરના તમામ માટે રસીકરણ શરૂ
દેશમાં કોરોના (Corona) ને ખતમ કરવા માટે આજથી 45 વર્ષની ઉપરના તમામ લોકોને રસી (Corona Vaccine)  આપવાનું શરૂ કરાશે. દેશમાં 45 વર્ષથી ઉપરના લોકોની સંખ્યા લગભગ 34 કરોડ છે. અત્યાર સુધી દેશમાં કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ, વડીલો અને ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી ઉપરના લોકોને જ રસી અપાઈ રહી હતી. પરંતુ કોરોનાના વધતા કેસ જોતા હવે 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય લેવાયો છે. 

મહારાષ્ટ્રમાં હાલાત ચિંતાજનક
કોરોનાનો પ્રકોપ સૌથી વધુ મહારાષ્ટ્ર (Maharashtra) માં જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 39544 નવા કેસ સામે આવ્યા છે અને આટલા સમયમાં 227 દર્દીઓના મૃત્યુ થયા છે. સરકારી અધિકારીએ જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા (28 માર્ચે) મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 40414 નવા કેસ સામે આવ્યા હતા જે અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક આંકડો છે. 

મુંબઈમાં લક્ષણો વગરના દર્દીઓ
કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા મુંબઈ (Mumbai) માં લક્ષણો વગરના દર્દીઓના કારણે મુશ્કેલી વધી ગઈ છે. બીએમસી કમિશનર આઈએસ ચહલે કહ્યું કે મુંબઈમાં છેલ્લા 49 દિવસમાં 91 હજાર કોરોનાના કેસ આવ્યા છે. જેમાંથી 74 હજાર દર્દીઓ એવા છે જેમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. માત્ર 17 હજાર દર્દીઓમાં જ લક્ષણો જોવા મળ્યા. જેમાંથી 8 હજાર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ 91 હજાર દર્દીઓમાંથી 269 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. 

ચહલે જણાવ્યું કે વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે બીજી લહેર આવ્યાને 50 દિવસ થઈ ગયા છે. આગામી 30-35 દિવસ સુધી તેની અસર રહેશે. આથી આટલા દિવસ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે બીએમસી તેને પહોંચી વળવાની તૈયારી કરી ચૂકી છે. દેશમાં માત્ર મુંબઈમાં જ 9 જમ્બો હોસ્પિટલ છે. અહીં આઈસીયુ, ડાયાલિસિસ બેડ અને 70 ટકા ઓક્સિજન બેડ છે. મુંબઈમાં જ્યારથી રોજ 10-12 હજાર કોરોના દર્દી મળ્યા છે. ત્યારથી અમે સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છીએ. 

હાલ મુંબઈની સ્થિતિ જોઈએ તો ડેથરેટ 0.2 ટકા, પોઝિટિવિટી રેટ 14 ટકા, રોજના 40 હજાર ટેસ્ટ, જેની સાથે હોસ્પિટલોમાં 13 હજાર બેડ ઉપલબ્ધ છે. અને 4 હજાર બેડ વધુ મળી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news