'ગો કોરોના ગો' કહેનારા કેન્દ્રીય મંત્રીની એકદમ નજીક પહોંચી ગયો કોરોના વાયરસ

'ગો કોરોના ગો' વાળો નારો આપનારા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પોતે જ કોરોનાની એકદમ નજીક પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં વીઆઈપી બંગલાઓ પર તૈનાત મુંબઈ પોલીસના જવાન કોરોનાના ભરડામાં આવી રહ્યાં છે. મુંબઈમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી રામદાસ આઠવલેના બંગલા પર તૈનાત એક કોન્સ્ટેબલ બુધવારે કોરોના પોઝિટિવ નીકળ્યો. રાજ્યમંત્રી આઠવલે બાન્દ્રા ઈસ્ટમાં રહે છે. 
'ગો કોરોના ગો' કહેનારા કેન્દ્રીય મંત્રીની એકદમ નજીક પહોંચી ગયો કોરોના વાયરસ

મુંબઈ: 'ગો કોરોના ગો' વાળો નારો આપનારા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પોતે જ કોરોનાની એકદમ નજીક પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં વીઆઈપી બંગલાઓ પર તૈનાત મુંબઈ પોલીસના જવાન કોરોનાના ભરડામાં આવી રહ્યાં છે. મુંબઈમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી રામદાસ આઠવલેના બંગલા પર તૈનાત એક કોન્સ્ટેબલ બુધવારે કોરોના પોઝિટિવ નીકળ્યો. રાજ્યમંત્રી આઠવલે બાન્દ્રા ઈસ્ટમાં રહે છે. 

પાર્ટી પદાધિકારીએ જણાવ્યું કે સુરક્ષાગાર્ડના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. તે રાજ્ય સંચાલિત હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની સારવાર ચાલુ છે. ગાર્ડમાં કોવિડ 19ના લક્ષણો મળ્યા બાદ તેને તપાસ માટે હોસ્પિટલ મોકલી દેવાયો હતો. પાર્ટી પદાધિકારીએ જણાવ્યું કે જ્યારે અમે કાલે તેના સ્વાસ્થ્ય અંગે જાણકારી લીધી તો ખબર પડી કે તે સ્વસ્થ થઈ રહ્યો છે. 

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મુંબઈમાં ચીની મહાવાણિજ્ય દૂત તાંગ ગુઓકાઈ અને બૌદ્ધ ભિક્ષુઓ સાથે 'ગો કોરોના'નો નારો લગાવ્યો હતો. ગેટવે ઓફ ઈન્ડિયા પર થયેલી એક કેન્ડલ માર્ચમાં તેઓ સામેલ થવા ગયા હતાં. આઠવલે મુંબઈમાં કોરોનાને લઈને લોકોને જાગરૂક કરવા માટે એક કેન્ડલ માર્ચમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે મીડિયાના કેમેરાઓ સામે 'ગો કોરોના ગો કોરોના' નારો લગાવ્યો હતો. આઠવલેનો આ વીડિયો જ્યારે સોશિયલ સાઈટ્સ પર અપલોડ થયો તો લોકોએ તેને લઈને તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધુ હતું અને તેઓ ચર્ચામાં આવ્યાં હતાં. આઠવલે અગાઉ પણ પોતાની કવિતાઓને લઈને ચર્ચામાં રહ્યાં છે. 

મહારાષ્ટ્રમાં આવાસ મંત્રી જિતેન્દ્ર આવ્હાડના કેટલાક સુરક્ષા ગાર્ડ્સમાં પણ કોરોનાવાઈરસની પુષ્ટિ થઈ છે અને ત્યારબાદ તેમણે પોતાને અલગ કરી લીધા છે. મંગળવારે સુરક્ષા કારણોસર થાણે શહેરની ખાનગી હોસ્પિટલમાં તેઓ દાખલ થયા. જિતેન્દ્ર આવ્હાડની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 

જુઓ LIVE TV

ત્યારબાદ સોમવારે તેમનની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મી અને અન્ય સ્ટાફ સહિત 14 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં. જો કે આવ્હાડનો ટેસ્ટ થયો છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

સીએમ ઠાકરેની પણ બિલકુલ નજીક કોરોના
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના અધિકૃત નિવાસ સ્થાન પર તૈનાત પોલીસ ઈન્સ્પેક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સીએમ ઉદ્ધવ ઠાકરેના અધિકૃત નિવાસ સ્થાન કે જેનું નામ વર્ષા બંગલો છે. ત્યાં તૈનાત મહિલા અધિકારીનો રિપોર્ટ આવ્યાં બાદ પ્રશાસનમાં હડકંપ મચ્યો હતો. પોલીસ અધિકારીના છ નીકટના લોકોને ક્વોરન્ટાઈન કરાયા હતાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news