Corona Update: દેશમાં કોરોનાની સ્થિતિ અને લેટેસ્ટ અપડેટ જાણવા કરો ક્લિક 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 35,551 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 95,34,965 પર પહોંચી ગયો છે. જેમાંથી 4,22,943 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 89,73,373 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 526 લોકોએ જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,38,648 પર પહોંચ્યો છે. 
Corona Update: દેશમાં કોરોનાની સ્થિતિ અને લેટેસ્ટ અપડેટ જાણવા કરો ક્લિક 

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 35,551 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 95,34,965 પર પહોંચી ગયો છે. જેમાંથી 4,22,943 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 89,73,373 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 526 લોકોએ જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,38,648 પર પહોંચ્યો છે. 

અત્યાર સુધીમાં કુલ 14,35,57,647 ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (IMCR)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 14,35,57,647 ટેસ્ટ હાથ ધરાયા છે. જેમાંથી 11,11,698 ટેસ્ટ ગઈ કાલે એટલે કે 2જી ડિસેમ્બરે કરવામાં આવ્યા હતા. 

With 526 new deaths, toll mounts to 1,38,648. Total active cases at 4,22,943

Total discharged cases at 89,73,373 with 40,726 new discharges in the last 24 hrs pic.twitter.com/UvcX9z2aaX

— ANI (@ANI) December 3, 2020

ગુજરાતમાં નવા 1512 કેસ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1512 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોના મહામારીને લીધે વધુ 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1570 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2 લાખ 12 હજાર 769 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક વધીને 4018 થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1 લાખ 93 હજાર 938 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 91.15 ટકા છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 325 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત જિલ્લામાં 252, વડોદરા 176, રાજકોટ 153, મહેસાણા 74, બનાસકાંઠા 44, ખેડા 42, દાહોદ 35, જામનગર 45, કચ્છ 28, પાટણ 28, પંચમહાલ 22, નવસારી 18, અમરેલી 20, સાબરકાંઠા 18, નર્મદા 14, ભાવનગર 18, આણંદ, મહિસાગર, જુનાગઢ અને મહીસાગરમાં 11-11, અરવલ્લીમાં 10, સુરેન્દ્રનગર 5, ગીર સોમનાથમાં 8 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર 813 છે. જેમાં 93 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 1,93,938 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 4018 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68186 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધી 79,63,653 ટેસ્ટ થયા છે. રાજ્યમાં આજની તારીખે 5,29,704 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news