ગુજરાતના 4 મોટા શહેરોમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક, હજી પણ નાકની નીચે જ લટકતા દેખાયા માસ્ક

ગુજરાતના 4 મોટા શહેરોમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક, હજી પણ નાકની નીચે જ લટકતા દેખાયા માસ્ક
  • ઈસ્કોન સર્કલ ખાતે ઝી 24 કલાકે માસ્ક રિયાલિટી ચેક કર્યું. જેમાં જોયું કે, અનેક લોકોએ માસ્ક પહેર્યું નથી અને માસ્ક ન પહેરવાના અવનવા બહાના બતાવી રહ્યા છે.
  • . એસટી બસ સ્ટેશન ખાતે ઘણા મુસાફરો હજુ પણ માસ્ક નથી પહેરી રહ્યાં. લોકો માસ્કને પોતાની દાઢી પર લગાવી રહ્યા છે

ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરતા લોકો અને કોરોના મહામારીમાં યોગ્ય પાલન ન કરાવતી ગુજરાત સરકારની ઝાટકણી કાઢી. સાથે જ આદેશ પણ આપ્યો કે, માસ્ક ન પહેરનારાઓને કોવિડ કેર સેન્ટરમાં સેવા અપાવો. હાઈકોર્ટે સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી. તો બીજી તરફ માસ્ક નહીં પહેરતા લોકોને કોવિડ સેન્ટરમાં સર્વિસ માટે મોકલવાના હાઈકોર્ટના આદેશ બાબતે ગુજરાત સરકાર એસઓપી તૈયાર કરવાની છે. ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ ઝી 24 કલાકની ટીમ દ્વારા ગુજરાતના ચાર મોટા શહેરોમાં માસ્ક અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું. જેમાં હજી પણ અનેક લોકો માસ્ક મામલે નિષ્કાળજી દાખવતા જોવા મળ્યા.  

અમદાવાદમાં રિયાલિટી ચેક.... નાકની નીચે જ માસ્ક રાખ્યું 
હાઇકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદમાં અનેક નાગરિકો આજે માસ્ક વગર જોવા મળ્યા. ઈસ્કોન સર્કલ ખાતે ઝી 24 કલાકે માસ્ક રિયાલિટી ચેક કર્યું. જેમાં જોયું કે, અનેક લોકોએ માસ્ક પહેર્યું નથી અને માસ્ક ન પહેરવાના અવનવા બહાના બતાવી રહ્યા છે. તમામ નાગરિકોને દંડની જોગવાઈ ખ્યાલ હોવા છતાંય માસ્ક પહેરવામાં નિરસતા બતાવી રહ્યાં છે. તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર પણ રિયાલિટી ચેક કર્યું. અહી મોટી સંખ્યામાં અવરજવર હોવા છતાં હજુ લોકોમાં જાગૃતાનો અભાવ જોવા મળી રહ્યો છે. રિક્ષા ચાલક હોય કે મુસાફર હોય, રાહદારીમાં પણ મોટાભાગના લોકોએ ચહેરા પર માસ્ક નાકની નીચે રાખ્યું હતું. તો કેટલાક પુરુષોએ મૂછોમાં માસ્ક લટકાવ્યું હતું. 

No description available.

રાજકોટમાં રિયાલિટી ચેક 
રાજકોટમાં એસટી બસ સ્ટેશન ખાતે ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં જોવા મળ્યું કે, લોકો જાહેર સ્થળ પર હજુ પણ માસ્કનો ઉપયોગ નથી કરી રહ્યા. એસટી બસ સ્ટેશન ખાતે ઘણા મુસાફરો હજુ પણ માસ્ક નથી પહેરી રહ્યાં. લોકો માસ્કને પોતાની દાઢી પર લગાવી રહ્યા છે. તો કેટલાક લોકોએ કેમેરાને જોયા બાદ માસ્ક પહેર્યું હતું. કેમેરા સામે લોકો માસ્ક ન પહેરવાની ભૂલ પણ સ્વીકારી રહ્યા છે. તો બીજી તરફ મુસાફરોને માસ્ક પહેરવા સૂચના આપનાર ખુદ એસટીના કર્મચારી પણ માસ્ક વગર જોવા મળ્યા. 

વડોદરામાં રિયાલિટી ચેક
હાઇકોર્ટના આદેશ બાદ પણ વડોદરામાં લોકો માસ્ક મામેલ જાગૃત થયા નથી. રેલવે સ્ટેશન પાસે આવેલા કડીયા નાકા પર મજૂરો માસ્ક વગર જોવા મળ્યા. તો શહેરમાં અનેક રીક્ષા ચાલકોએ પણ માસ્ક નથી પહેર્યું. હાઈકોર્ટના આદેશ બાદ પણ લોકો ગંભીર બની નથી રહ્યા તે વડોદરામાં જોવા મળ્યું. ઝી 24 કલાક દ્વારા પૂછવામાં આવ્યું તો, માસ્ક ન પહેરવાના લોકોએ અલગ અલગ બહાના બતાવ્યા. કેટલાક લોકો માસ્ક પહેરેલાં પણ જોવા મળ્યા.

No description available.

માસ્ક ન પહેરેલાં લોકોને પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે, માસ્ક પહેરીશું, કોરોના સેન્ટરમાં નહિ જઈએ. વડોદરાના સિટી બસ સ્ટેશન પર ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરાયું. જેમાં 90 ટકા મુસાફરો માસ્ક પહેરેલાં નજરે પડ્યા. માત્ર 10 ટકા મુસાફરો અને કર્મચારી માસ્ક વગર જોવા મળ્યા.

સુરતમાં રિયાલિટી ચેક
સુરતમાં ઝી 24 કલાકની ટીમ અઠવા ગેટ સ્થિત ચાના સ્ટોલ પર પહોંચી હતી. જ્યાં ટી સ્ટોલ પર માલિક સહિત કોઈના મોઢા પર માસ્ક જોવા ન મળ્યું. ચા પીવા આવનાર લોકોના મોઢા પર પણ માસ્ક ન હતું. માસ્ક ન પહેરવા બાબતે અવનવા બહાના સુરતીઓએ બતાવ્યા. 

(રિપોર્ટ - અમિત રાજપૂત, આશ્કા જાની, રક્ષિત પંડ્યા, ચેતન પટેલ, રવિ અગ્રવાલ) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news