સીરો સર્વેનું પરિણામ આવ્યું, 23.48 ટકા દિલ્હીના લોકો કોરોનાથી સંક્રમિત


દેશની રાજધાની દિલ્હી રિકવરી રેટના મામલામાં દેશની સામે ઉદાહરણ રજૂ કરી રહી છે. દિલ્હી સરકારે રાજધાનીમાં સીરો સર્વે કરાવ્યો અને કોરોના સંકટના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. 

સીરો સર્વેનું પરિણામ આવ્યું, 23.48 ટકા દિલ્હીના લોકો કોરોનાથી સંક્રમિત

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના કેટલી હદ સુધી ફેલાયો છે તેનો રિપોર્ટ આવી ગયો છે. સીરો સર્વેથી જાણવા મળ્યું છે કે દિલ્હીની 23.48 ટકા વસ્તી કોરોના સંક્રમણની ઝપેટમાં છે. આ ટકા ભલે એટલા ન લાગે પરંતુ તે સવાલ જરૂર ઉઠે છે કે શું દિલ્હી હર્ડ ઇમ્યૂનિટી તરફ વધી રહી છે. સર્વેમાં તે પણ જાણવા મળ્યું કે, મોટા ભાગના લોકો લક્ષણ વગરના છે. 

સીરો સર્વેનો આ ડેટા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે જારી કર્યો છે. સીરો સર્વે 27 જૂનથી 10 જુલાઈ વચ્ચે થયો હતો. તેને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ  (NCDC) અને દિલ્હી સરકારે મળીને કર્યો હતો. 

હેલ્થ મિનિસ્ટ્રીએ વ્યક્ત કરી રાહત
ડેટા રિલીઝ કરતા હેલ્થ મિનિસ્ટ્રીએ રાહત વ્યક્ત કરી છે. કહ્યુ કે, મહામારીના છ મહિના પસાર થયા બાદ પણ દિલ્હીમાં 23.48 ટકા લોકો તેની ઝપેટમાં છે. સરકારે કહ્યું કે, આવું કોરોના લૉકડાઉન લગાવવા, કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવાને કારણે થયું છે. લોકોના સગયોગની પણ પ્રશંસા કરવામાં આવી છે. 

કઈ રીતે થયો સીરો સર્વે
સીરો સર્વેમાં દિલ્હીના બધા 11 જિલ્લાને કવર કરવામાં આવ્યા. સર્વેમાં સામેલ ટીમોએ સહમતિ લીધા બાદ કેટલાક લોકોના લોહીના નમૂના લીધા. ત્યારબાદ ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના માપદંડો પ્રમાણે એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવ્યો. આ સર્વેમાં લેબ સ્ટાન્ડર્ડ પ્રમાણે 21 હજાર 387 સેમ્પલ જમા કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટની મદદથી તે જાણવામાં આવ્યું કે, આખરે કેટલા લોકોની અંદર કોરોના વાયરસ સામે લડવા માટે એન્ટિબોડી તૈયાર થઈ ચુકી છે. 

શું છે હર્ડ ઇમ્યૂનિટી
જો રાજધાનીમાં 60-70 ટકા વસ્તી કોરોનાથી પીડિત થઈ જાય અને લોકોમાં તેની એન્ટીબોડી બની જાય. જ્યારે વાયરસ એક શરીરથી બીજા શરીરમાં ટ્રાન્સફર થાય તો તેની ક્ષમતા ધીમે-ધીમે ઓછી થઈ જાય છે અને તે સમાપ્ત થઈ જાય છે. તેવામાં નબળા વાયરસને ફેલાવા માટે કોઈ મજબૂત વાયરસની જરૂર પડે છે. પરંતુ હર્ડ ઇમ્યૂનિટી પર હજુ પણ નિષ્ણાંતોમાં મતભેદ છે અને ઘણા નિષ્ણાંતો તેને ખતરો પણ ગણાવે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news