Corona Cases in India: ભારતમાં આજે નોંધાયા દોઢ લાખથી વધારે કેસ, 24 કલાકમાં 327ના મોત

વર્તમાન સ્થિતિમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 5,90,611 છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,44,53,603 લોકો સ્વસ્થ્ય થઈને કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે અને દેશમાં કુલ 4,83,790 લોકોના મોત થયા છે.

Corona Cases in India: ભારતમાં આજે નોંધાયા દોઢ લાખથી વધારે કેસ, 24 કલાકમાં 327ના મોત

નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ દેશમાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. કોરોના વાયરસની પહેલી અને બીજી લહેરના આતંક પછી ત્રીજી લહેરમાં તેના વિશે વિચારીને પણ રૂવાટા ઉભા થઈ જાય છે. વર્ષ 2022ની શરૂઆતથી વધી રહેલા કોરોના કેસને લઈને જણાવવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર આવી ચૂકી છે. આજની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 1,59,653 નવા કોરોનાના નવા કેસ નોધાયા છે. તે દરમિયાન 40,863 લોકો સ્વસ્થ્ય થયા છે અને 327 લોકોના મોત નિપજ્યા છે.

વર્તમાન સ્થિતિમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 5,90,611 છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,44,53,603 લોકો સ્વસ્થ્ય થઈને કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે અને દેશમાં કુલ 4,83,790 લોકોના મોત થયા છે. દેશમાં પોઝિટિવિટી રેટની વાત કરીએ તો 10.21% પર પહોંચ્યો છે. પહેલા અને બીજા ડોઝની રસીની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 151.58 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

Daily positivity rate: 10.21%

Active cases: 5,90,611
Total recoveries: 3,44,53,603
Death toll: 4,83,790

Total vaccination: 151.58 crore doses pic.twitter.com/Qmm2qQcHOS

— ANI (@ANI) January 9, 2022

ઉલ્લેખનીય છે કે હાલના સમયે દેશમાં ભલે કોરોનાનો આંતક લોકોને ડરાવી રહ્યા હોય, પરંતુ નવા અભ્યાસમાં ગાણિતીક મોડલિંગના આધાર પર ગણના કરવામાં આવી છે કે કોરોના વાયરસ

નોંધનીય છે કે હાલના સમયે કોરોનાનો આતંક ભયાનક છે, પરંતુ નવા અભ્યાસમાં ગાણિતિક મોડેલિંગના આધારે એવી ગણતરી કરવામાં આવી છે કે જાન્યુઆરીના ત્રીજા અને ચોથા સપ્તાહમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના સૌથી વધુ કેસ હશે. અને પછી માર્ચની શરૂઆત સુધીમાં ઘટવા લાગશે. આ ગાણિતિક મોડેલ ભૂતકાળના ચેપ, રસીકરણ અને નબળી પ્રતિરક્ષાને પણ ધ્યાનમાં લે છે. ભૂતકાળના ચેપ અને રસીકરણ હોવા છતાં, વસ્તીનો મોટો ભાગ હજુ પણ સરળતાથી નવા વેરિયન્ટનો શિકાર બની શકે છે.

અભ્યાસના મતે, વાયરસનો સરળતાથી શિકાર બનેલા લોકોની સંખ્યા (એટલે ​​​​કે બીમાર, વૃદ્ધ અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા) વિશેના જુદા જુદા અંદાજોના આધારે દરરોજ 3 લાખ, 6 લાખ અથવા 10 લાખ કેસ નોંધવામાં આવી શકે છે. .

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news