Corona Cases in India: નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો, ડેઈલી પોઝિટિવિટી રેટ પણ ઘટ્યો

Corona Cases in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.27 લાખ નવા કેસ નોંધાયા છે. 

Corona Cases in India: નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો, ડેઈલી પોઝિટિવિટી રેટ પણ ઘટ્યો

Corona Cases in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.27 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે પોઝિટિવિટી રેટ 8 ટકાથી નીચે ગયો છે. ભારતમાં ગઈ કાલે 1.49 લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 1072 લોકોના મોત થયા હતા. ગઈ કાલે ડેઈલી પોઝિટિવિટી રેટ 9.27 ટકા નોંધાયો હતો. 

નવા 1.27 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,27,952 દર્દીઓ નોંધાયા છે. જ્યારે તેની સામે રિકવરી કરનારા દર્દીઓની સંખ્યા વધુ છે. એક જ દિવસમાં 2,30,814 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી. હાલ દેશમાં 13,31,648 દર્દીઓ સારવાર હેઠળ છે. 

એક દિવસમાં 1059 લોકોના મોત
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 1059 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 5,01,114 થઈ ગયો છે. ડેઈલી પોઝિટિવિટીની વાત કરીએ તો દેશમાં હાલ ડેઈલી પોઝિટિવિટી રેટ 7.98% થયો છે. જ્યારે કોરોનાથી રિકવરી રેટ 95.64 છે. 

Active cases: 13,31,648
Death toll: 5,01,114
Daily positivity rate: 7.98%

Total vaccination: 1,68,98,17,199 pic.twitter.com/HAWlsyMnp0

— ANI (@ANI) February 5, 2022

અત્યાર સુધીમાં 73.79 કોરોના ટેસ્ટ
દેશમાં અત્યાર સુધીમાં 73.79 કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. જેમાંથી 16,03,856 ટેસ્ટ છેલ્લા 24 કલાકમાં થયા છે. કોરોનાને પછાડવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,68,98,17,199 ડોઝ આપવામાં આવ્યા છે. 

ગુજરાતમાં પણ ઘટ્યા કેસ
ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 6097 કેસ નોંધાયા. જ્યારે 35  દર્દીઓએ જીવ ગુમાવ્યા. કોરોનાને માત આપીને 12105 દર્દીઓ સાજા પણ થઈ ગયા. સૌથી વધુ કેસ અમદાવાદમાં 2025 નવા કેસ નોંધાયા. જ્યારે વડોદરામાં 1512, સુરતમાં 358 અને રાજકોટમાં 372 નવા કેસ નોંધાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news