ગઠબંધન માટે કોંગ્રેસ ક્યારે પણ રાજ્યનાં નેતાઓના હિતોને કુર્બાન નહી કરે: કોંગ્રેસ
પાર્ટીની નીતિ રહી છે કે તે એક સમાન વિચારધારા ધરાવતા દળોની સાથે કામ કરતા રહે છે પરંતુ પાર્ટી પોતાનાં નેતાનાં હિતોની ઉપેક્ષા નથી કરતી
Trending Photos
નવી દિલ્હી : 2019ની લોકસભા ચૂંટણી માટે રાજનીતિક દળ ભાજપ વિરોધી ગઠબંધન બનાવવા માટે પ્રયાસરત્ત છે. બીજી તરફ કોંગ્રેસ સધાયેલા અંદાજમાં કહ્યું કે, તે ક્ષેત્રીય સ્તર પર ગઠબંધન માટે પોતાનાં રાજ્યનેતાઓનાં હિતમાં ઉપેક્ષા કરી શકે તેમ નથી. કોંગ્રેસનાં મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલે કહ્યું કે, પાર્ટીની નીતિ રહી છે કે તે એક સમાન વિચારધારાવાળા દળોની સાથે કામ કરી રહી છે બીજી તરફ પાર્ટી પોતાનાં રાજ્ય નેતાઓનાં હિતોની ઉપેક્ષા ન કરી શકે.
સુરજેવાલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાજ્ય નેતૃત્વનાં હિતો અને કાર્યકર્તાઓની આકાંક્ષાઓને નજર અંદાજ નહી કરે. દરેક રાજ્યમાં એખ આદર્શ સંતુલન બેસાડવા માટેના પ્રયાસો કરવામાં આવશે. તેણે રાષ્ટ્રહિતમાં સમાન વિચારધારા ધરાવતા દળો સાથે રાજ્ય અનુસાર ગઠબંધન કરવા માટેની પણ તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો અંતિમ ઉદ્દેશ્યદેશ અને દેશનાં નાગરિકોનું ભલુ કરવાનો જ છે.
સુરજેવાલે કહ્યું કે, કોંગ્રેસની સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓની સાથે મળીને કામ કરવાની નીતિ રહી છે. તેમણે કહ્યું કે, પુર્વ મુખ્યમંત્રી એ.કે એન્ટોનીની અધ્યક્ષતાવાળી સમિતી રાજ્યનાં નેતાઓ સાથે વિચાર વિમર્શ કરી રહી છે. ત્યાર બાદ ગઠબંધન અંગે અંતિમ નિર્ણય લેવાશે. કોંગ્રેસે રાજ્ય અનુસાર ગઠબંધનની વાત એવા સમયે કરી છે જ્યારે તે તેના કેરળ ખાતેના એકમમાં એકમાત્ર રાજ્યસભા સીટ તેની પુર્વી સહયોગી પાર્ટી કેરળ કોંગ્રેસ (મણિ)ને આપવાની વિરુદ્ધ વિદ્રોહનો સામનો કરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે