સૈક્રેડ ગેમ્સમાં રાજીવ ગાંધી પર લગાવ્યા આરોપો રાહુલે આપ્યો જવાબ

દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આ વિવાદાસ્પદ સીનને હટાવવાની માંગ કરવામાં આવી છે

સૈક્રેડ ગેમ્સમાં રાજીવ ગાંધી પર લગાવ્યા આરોપો રાહુલે આપ્યો જવાબ

નવી દિલ્હી : નેટફ્લિક્સની વેબ સીરીઝ સૈક્રેડ ગેમ્સમાં એક એપિસોડમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે આ આરોપોનો જવાબ તેના પુત્ર અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વીટ દ્વારા આપ્યો હતો. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ભાજપ અથવા આરએસએસ એવું માનતું હોય કે અભિવ્યક્તિની સ્વતંત્રતા કાયદેસર રીતે નિયંત્રીત હોવી જોઇએ. મારૂ માનવું છે કે તે સ્વતંત્રતાનો એક મુળભુત અને લોકતાંત્રિક અધિકાર છે. મારા પિતા દેશની સેવા માટે મર્યા અને જીવ્યા છે.  એક કાલ્પનિક વેબ સીરીઝનાં કોઇ પાત્રના વિચાર તેને ક્યારે પણ બદલી શકે નહી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના એક કોંગ્રેસ કાર્યકર્તા સેક્રેડ ગેમ્સના તે એપિસોડ પર વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં રાજીવ ગાંધીને નવાજુદ્દીનના પાત્ર દ્વારા ફટ્ટુ ગણાવાયા છે. તેને અંગ્રેજી સબટાઇટલમાં વિવાદાસ્પદ શબ્દ વડે અનુવાદિત કરવામાં આવ્યા છે. 37 વર્ષના કોંગ્રેસ કાર્યકર્તા રાજીવ સિન્હાએ પોલીસમાં તેની ફરિયાદ નોંધાવીને નવાજુદ્દીન સિદ્દીકી અને નિર્માતાઓની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હોવાની માંગ કરી હતી. 

My father lived and died in the service of India. The views of a character on a fictional web series can never change that.#SacredGames

— Rahul Gandhi (@RahulGandhi) July 14, 2018

બીજી તરફ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં સેક્રેડ ગેમ્સના કેટલાક સીનને વિવાદાસ્પદ ગણાવવામાં આવ્યા છે. સાથે જ માંગ કરવામાં આવી હતી કે તેમને આ સીરીઝમાંથી હટાવી દેવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું કે, કંટેટ પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી માટે ખોટા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

અરજી કરનારા વ્યક્તિ પદ્ધતીનું કહેવું હતું કે તેના કારણે રાજીવ ગાંધીની ઇમેજને ખરાબ કરવાના પ્રયાસ કરવામાં આવી છે. એક સામાન્ય નાગરિક હોવા સાથે સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો સભ્ય હોવાના  કારણે મને સેક્રેડ ગેમ્સના આ દ્રશ્યો પર વિવાદ છે. માટે આ વિવાદાસ્પદ સીનને હટાવીને નેટફ્લિક્સથી અલગ કરવામાં આવે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news