1947થી ટોટલ 19 નેતા બન્યા કોંગ્રેસ અધ્યક્ષ, તેમાંથી 14 નોન ગાંધી, જાણો બધા વિશે

Congress presidents list: આઝાદી બાદથી કુલ 19 નેતા કોંગ્રેસ અધ્યક્ષની ખુરશી પર બેઠા છે. રાહુલ ગાંધી-નેહરુ ગાંધી પરિવારના પાંચમાં એવા વ્યક્તિ છે, જેઓ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. 
 

1947થી ટોટલ 19 નેતા બન્યા કોંગ્રેસ અધ્યક્ષ, તેમાંથી 14 નોન ગાંધી, જાણો બધા વિશે

નવી દિલ્હીઃ કોંગ્રેસે આઝાદી બાદથી કુલ 19 નેતાઓને અધ્યક્ષ પદ પર બેસાડ્યા છે. વિરોધી કહે છે કે કોંગ્રેસમાં નેહરુ-ગાંધી પરિવારનું ચાલે છે. પરંતુ આ 19 નામોને જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે, તેમાં નેગરુ-ગાંધી પરિવારના પાંચ લોકો છે. હાલ પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના નામે સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહેવાનો રેકોર્ડ છે, તેઓ 19 વર્ષ સુધી અધ્યક્ષનું પદ સંભાળી ચુક્યા છે. 2017મા જ્યારે રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સોંપવામાં આવી તો તેઓ આ પરિવારના પાંચમાં એવા વ્યક્તિ બન્યા હતા જે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. રાહુલે 2019મા લોકસભા ચૂંટણીમાં હાર બાદ પદ છોડ્યુ તો સોનિયા ગાંધીને કમાન સોંપવામાં આવી હતી. તે વાસ્તવિકતા છે કે કોંગ્રેસમાં નેહરુ-ગાંધી સિવાયના અધ્યક્ષ લાંબા સમય સુધી પદ પર રહી શક્યા નથી. એક નજર અત્યાર સુધીના કોંગ્રેસના અધ્યક્ષ પદ પર રહેલા નેતાઓ પર.

આચાર્ય કૃપલાની બન્યા હતા પ્રથમ અધ્યક્ષ
જે સમયે ભારત આઝાદ થયું, તે સમયે આચાર્ય કૃપલાની કોંગ્રેસના અધ્યક્ષ હતા. પ્રધાનમંત્રી પદ માટે વોટિંગમાં સરદાર વલ્લભ પટેલ બાદ સૌથી વધુ કૃપલાની માટે પડ્યા હતા પરંતુ મહાત્મા ગાંધીના કહેવા પર બંન્નેએ પોતાનું નામ પરત લઈ લીધું હતું. 

સીતારમૈયા બીજીવારમાં જીત્યા ચૂંટણી
પટ્ટાભિ સીતારમૈયા પાક્કા ગાંધીવાદી હતા. 1939મા પણ સીતારમૈયા કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઉભા રહ્યાં હતા પરંતુ સુભાષચંદ્ર બસુ સામે હારી ગયા. 1948ના અધિવેશનમાં પટ્ટાભિ સીતારમૈયાને કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. તેઓ 1950 સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યાં. 

માત્ર એક વર્ષ અધ્યક્ષ રહ્યાં પુરૂષોત્તમ દાસ ટંડન
પુરૂષોત્તમ દાસ ટંડને 1950મા આચાર્ય કૃપલાનીને હરાવીને કોંગ્રેસ અધ્યક્ષ પદનું પદ હાસિલ કર્યું હતું. પરંતુ 1951મા રાજીનામુ આપી દીધું અને 1952મા અલ્હાબાદથી લોકસભા ચૂંટણી જીતી. આગામી વર્ષે તેમને ગવર્નર બનાવી દેવામાં આવ્યા.

નેહરૂએ 5 વર્ષ સુધી સુભાંળી પાર્ટીની કમાન
જવાહરલાલ નેહરુએ પ્રધાનમંત્રી રહેવા સમયે પાંચ વર્ષ સુધી કોંગ્રેસની કમાન સંભાળી. તેઓ આઝાદી બાદ નેહરૂ-ગાંધી પરિવારના પ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ હતા. 

કોંગ્રેસના ટોપ નેતાઓને સાથે લાવ્યા ઢેબર
ઉચ્છંગરાય નવલશંકર ઢેબર કોંગ્રેસના પાંચમાં અધ્યક્ષ હતા. અધ્યક્ષ તરીકે તેમનું પ્રથમ કામ હતું મોટા નેતાઓને દેશ સેવા માટે સાથે લાવવા. તેઓ એસએસટી આયોગના ચેરમેન પણ રહ્યાં. બાદમાં તેમણે રાજકોટ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

પીએમ રહેતા પાર્ટી ચીફ હતા ઈન્દિરા
પિતાની જેમ ઈન્દિરા ગાંધીએ પણ પ્રધાનમંત્રી રહેતા આશરે પાંચ વર્ષ સુધી પાર્ટીની કમાન સંભાળી. તેઓ પ્રથમવાર 1959મા અધ્યક્ષ બન્યા અને બીજીવાર કટોકટી બાદ 1978મા. 

ઈન્દિરા બાદ નીલમ સંજીવ રેડ્ડી બન્યા અધ્યક્ષ
આગળ ચાલીને દેશના રાષ્ટ્રપતિ બનનાર નીલમ સંજીવ રેડ્ડી 1960થી 1964 સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યાં. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રીની સરકારમાં મંત્રી બન્યા. તેઓ ઈન્દિરાની કેબિનેટમાં પણ સામેલ હતા. 

કિંગમેકર કહેવાતા હતા કામરાજ
આઝાદ ભારતમાં   બિન કોંગ્રેસી અધ્યક્ષ રહેલા  કે કામરાજને 1960ના દાયકામાં કિંગમેકર કહેવામાં આવતા હતા. તેઓ બે વાર કોંગ્રેસના અધ્યક્ષ રહ્યાં. 1964થી 1967 વચ્ચે અધ્યક્ષ રહેતા તેમણે નેહરૂના નિધન બાદ શાસ્ત્રી અને પછી ઈન્દિરાને પીએમ બનતા જોયા. 

અતૂટ કોંગ્રેસના છેલ્લા અધ્યક્ષ હતા નિજલિંગપ્પા
એસ નિજલિંગપ્પા કોંગ્રેસના નવમાં અધ્યક્ષ હતા. વર્ષ 1968-69 વચ્ચે જ્યારે કોંગ્રેસ 1967ની હારમાંથી બહાર આવી રહી હતી, ત્યારે નિજલિંગપ્પાએ કમાન સંભાળી. તેમના નેતૃત્વમાં પાર્ટી પહેલા એક થઈ પરંતુ જૂથવાદ શરૂ થઈ ગયો હતો. 1969મા કોંગ્રેસ તૂટી ગઈ. આ રીતે અવિભાજીત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના છેલ્લા અધ્યક્ષ રહ્યાં. 

પી. મેહુલ પણ બન્યા અધ્યક્ષ
પી. મેહુલ 1969થી 1970 વચ્ચે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યાં. 

કોંગ્રેસના 11મા અધ્યક્ષ બન્યા જગજીવનરામ
બાબૂ જગજીવન રામ 1970થી 1972 વચ્ચે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા. 

કોંગ્રેસ અધ્યક્ષથી રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યા શંકર દયાલ શર્મા
ભારતના નવમાં રાષ્ટ્રપતિ બનતા પહેલા શંકર દયાલ શર્મા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા હતા. તેમણે ઘણા કેન્દ્રીય મંત્રાલયોમાં પણ જવાબદારી સંભાળી હતી. 

દેવકાંત બરૂઆએ જોઈ કટોકટી
આસામથી આવતા દેવકાંત બરૂઆ તે સમયે કોંગ્રેસના અધ્યક્ષ હતા જ્યારે ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાગૂ કરી હતી. 

નેહરૂ-ગાંધી પરિવારના ત્રીજા અધ્યક્ષ હતા રાજીવ
માતા ઈન્દિરાની હત્યા બાદ, રાજીવ ગાંધીએ પાર્ટીની કમાન સંભાળી. તેઓ 1991 સુધી આ પદ પર રહ્યાં. 

યૂપીથી હતા કમલાપતિ ત્રિપાઠી
બે વખત રેલ મંત્રી રહ્યાં બાદ કોંગ્રેસના 15મા અધ્યક્ષ બન્યા હતા કમલાપતિ ત્રિપાઠી. તેઓ 1992 સુધી પદ પર રહ્યાં. 

પીએમ રહેતા પાર્ટી ચીફ હતા રાવ
પી વી નરસિમ્હા રાવ પ્રધાનમંત્રી રહેતા કોંગ્રેસ અધ્યક્ષ પદ પર હતા. તેઓ પીએમ તરીકે દેશની આર્થિક સ્થિતિને સુધારવા માટે જાણીતા છે. 

વિવાદોનું બીજું નામ સીતારામ કેસરી
રાવના રાજીનામા બાદ સીતારામ કેસરીને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 1997મા તેમણે એચડી દેવેગૌડાની સરકાર પાડી જે સૌથી વિવાદિત નિર્ણય સમજવામાં આવે છે. પછી આઈકે ગુજરાતની સરકારમાંથી પણ કોંગ્રેસે સમર્થન પરત લઈ લીધું. કેરસીને કોંગ્રેસમાંથી કાઢવા પણ ભારતીય રાજનીતિની સૌથી વિવાદિત ઘટનાઓમાંથી એક ગણવામાં આવે છે. 

સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહ્યાં સોનિયા
1998મા કોંગ્રેસને રાજકીય સંકટમાંથી બહાર કાઢવા માટે કોંગ્રેસીઓએ ગાંધી પરિવારને હાથ પકડ્યો. સોનિયા આગળ આવ્યા અને પાર્ટીની કમાન સંભાળી. તેઓ આગામી 17 વર્ષ સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યાં. તેમના નેતૃત્વમાં પાર્ટી 2009 અને 2009મા સત્તામાં રહી. 2014મા ભાજપના હાથે પરાજય બાદ નેતૃત્વ પરિવર્તનની માગ ચાલી પરંતુ રાહુલને પરિપક્વ ન સમજવામાં આવ્યા. 

રાહુલના નિતૃત્વમાં કોંગ્રેસની ખરાબ સ્થિતિ
રાહુલ ગાંધી 2017મા પાર્ટીના અધ્યક્ષ બન્યા, તેમના કોંગ્રેસના અધ્યક્ષ રહેતા પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારી. પાર્ટીમાં જૂથવાદના સમાચાર આવતા રહ્યાં. જ્યારે રાહુલે અધ્યક્ષ પદ થોડવાની જાહેરાત કરી ત્યારે કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, કોઈ વિકલ્પ નથી. આખરે સોનિયા ગાંધીને અંતરિમ અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news