રાહુલ ગાંધીએ ફરી આલાપ્યો 'હિન્દુત્વવાદી'નો રાગ, ગાંધીજીની પુણ્યતિથિ પર કરી આ ટ્વીટ
આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ પર તેમને યાદ કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરીથી હિન્દુત્વવાદી આલાપ આલાપ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ પર તેમને યાદ કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરીથી હિન્દુત્વવાદી રાગ આલાપ્યો છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર ટ્વીટ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે એક હિન્દુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી હતી. પરંતુ બાપુ હજુ જીવિત છે.
એક હિન્દુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી હતી
રાહુલ ગાંધીએ એક પોસ્ટર પણ શેર કર્યુ. જેના પર શહીદ દિવસ લખેલુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે એક હિન્દુત્વવાધીએ ગાંધીજીને ગોળી મારી હતી. બધા હિન્દુત્વવાદીઓને લાગે છે કે ગાંધીજી નથી રહ્યા. જ્યાં સત્ય છે, ત્યાં આજે પણ બાપુ જીવિત છે.
एक हिंदुत्ववादी ने गाँधी जी को गोली मारी थी।
सब हिंदुत्ववादियों को लगता है कि गाँधी जी नहीं रहे।
जहाँ सत्य है, वहाँ आज भी बापू ज़िंदा हैं!#GandhiForever pic.twitter.com/nROySYZ6jU
— Rahul Gandhi (@RahulGandhi) January 30, 2022
કોંગ્રેસ પાર્ટીએ પણ કરી ટ્વીટ
ગાંધીજીની પુણ્યતિથિ પર કોંગ્રેસ પાર્ટીએ પણ એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં ગાંધીવાદી અને ગોડસેવાદીમાં અંતર દેખાડવાનો દાવો કરાયો છે. કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને લખ્યું કે ગાંધીજી આજે પણ જીવિત છે, નૈતિકતા સ્વરૂપે, ગોડસેવાદી અરાજકતા ગાંધીને મારી શકશે નહીં. ગાંધીવાદી વિચારધારા જ દેશને એકતાના સૂત્રમાં પરોવીને મજબૂત બનાવશે.
હિન્દુત્વવાદી શબ્દને લઈને પહેલા પણ ચર્ચામાં રહ્યા છે રાહુલ
રાહુલ ગાંધી હંમેશાથી હિન્દુત્વવાદને લઈને આક્રમક રહ્યા છે. તેઓ છાશવારે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યા કરે છે. આ અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના રાજકારણમાં આજે બે શબ્દો વચ્ચે ટક્કર છે. બે અલગ શબ્દોની. તેનો અર્થ અલગ છે. એક શબ્દ હિન્દુ બીજો શબ્દ હિન્દુત્વવાદી, આ એક ચીજ નથી. તે બે અલગ શબ્દ છે. તેનો અર્થ બિલકુલ અલગ છે. હું હિન્દુ છું, પરંતુ હિન્દુત્વવાદી નથી. આ નિવેદનને લઈને પણ તેઓ ખુબ ચર્ચામાં રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે