હુડ્ડાનાં ઘરે દરોડા બાદ કોંગ્રેસની ધમકી સરકાર સ્થાયી નથી, ભાજપે કહ્યું આ તેમનું કલ્ચર
ભાજપ પર નિશાન સાધતા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા આનંદ શર્માએ અધિકારીઓને ચેતવણી આપી હતી
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા આનંદ શર્મા શુક્રવારે ભાજપ પર નિશાન સાધતા સરકારી અધિકારીઓ પર જ વરસી પડ્યા હતા. વાત વાતમાં જ તેમણે ચેતવણી ઉચ્ચારી કે બ્યૂરોક્રેટ્સ સાંભળી લો, તેઓની સરકાર સ્થાયી નથી અને સામાન્ય ચૂંટણી થયાનાં થોડા જ અઠવાડીયાઓ બાકી છે એટલા માટે પોતાનાં વર્તુળમાં રહીને કામ કરવું જોઇએ. હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી બી.એસ હુડ્ડાનાં ઘરે સીબીઆઇનાં દરોડાનાં થોડા જ કલાકો બાદ જ શર્માએ પત્રકાર પરીષદ યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર પરેશાન છે અને વડાપ્રધાનનો પરાજય નિશ્ચિત છે. એટલા માટે એવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી નજીક આવતાની સાથે જ મોદી સરકારે બદલાની ભાવનાથી આ કાર્યવાહી કરી છે.
ભાજપે કહ્યું, આ જ કોંગ્રેસનું કલ્ચર છે
શર્માનાં નિવેદન પર ભાજપે વળતો હૂમલો કરતા કહ્યું કે, આ જ કોંગ્રેસનું કલ્ચર છે. પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું કે, સંવૈધાનિક સંસ્થાઓ પર એજન્સીઓને ધમકાવવી જ કોંગ્રેસનું કલ્ચર છે, જે દેશ માટે કામ કરતી રહે છે. તેમણે કહ્યું કે, એટલું જ નહી અમે હાલમાં જ સુપ્રીમ કોર્ટ મુદ્દે પણ જોયું હતું, જ્યારે સત્ય સામે આવી ગયું તો તેમણે ચીફ જસ્ટિસની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાનાં પણ પ્રયાસ કર્યા. થોડા દિવસ પહેલા જ લંડનમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને દેશ ચુંટણી પંચ પર દબાણ કર્યું અને ધમકાવવાનો પ્રયાસ કર્યો. પાત્રાએ કહ્યું કે, તેઓ (કોંગ્રેસ) ઇચ્છે છે કે ભ્રષ્ટાચાર તેમનો જન્મસિદ્ધ અધિકાર છે અને કોઇ તેની તપાસ ન કરે.
શર્માએ શું કહ્યું હતું ?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચેતવણીના સુરમાં શર્માએ કહ્યું કે, સરકારી એજન્સીઓને કાયદાનાં વર્તુળમાં રહીને કામ કરવું જોઇએ. ચૂંટણી નજીક છે અને આ સરકાર બદલશે. તેમણે એમ પણ કહ્યું કે, નવી સરકારમાં દરેક સંસ્થા અને અધિકારીની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે, જે નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં ઇશારા પર વિરોધીઓને નિશાન બનાવી રહ્યા છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કોઇ સંસ્થા એવી નથી જે મોદી અને મિત શાહના હસ્તક્ષેપથી બચી હોય. અમે સરકારી એજન્સીઓનો દુરૂપયોગથી ડરનારા નથી. કોંગ્રેસ નેતાએ પુછ્યું કે મોદી સરકાર ભાજપનાં તે નેતાઓની વિરુદ્ધ સીબીઆઇનો ઉપયોગ શા માટે નથી કરી રહ્યા, જેના પર ગંભીર આરોપ છે ? શર્માએ કહ્યું કે, સરકારમાં આવવા અંગે તે અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરશે, જે વડાપ્રધાન અને અમિત શાહનાં ઇશારા પર વિરોધીઓને પરેશાન કરી રહ્યા છે.
કોંગ્રેસનાં વરિષ્ઠ પ્રવક્તાએ પત્રકારોને કહ્યું કે, વડાપ્રધાન અને ભાજપ સરકારની દુર્ભાવના અને પ્રતિશોધની ભાવના એકવાર ફરીથી પ્રકટ થઇ છે. તેઓ સરકારી એજન્સીઓનો ઉપયોગ વિરોધીઓને પરેશાન કરવા માટે કરી રહ્યા છે. તેમમે કહ્યું કે, તેઓ પહેલા સીબીઆઇને દુરસ્ત કરી લે તો સારૂ થયું હોત. હાલમાં જે વિવાદ થયો છે, તે કારણ તેની વિશ્વસનીયતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે