રાજસ્થાનમાં બોલ્યા CM યોગી- સનાતન જ ભારતનો રાષ્ટ્રીય ધર્મ, આગામી વર્ષે તૈયાર થઈ જશે ભવ્ય રામ મંદિર

Jalore News: યોગીએ કહ્યુ કે, 1400 વર્ષ જૂનુ નાગભટ્ટ દ્વારા સ્થાપિત ભગવાન નીલકંઠનું આ પવિત્ર સ્થળ આપણે બધાને અભિભૂત કરે છે. તો આગામી એક વર્ષમાં ભગવાન રામનું ભવ્ય રામ મંદિર તૈયાર થઈ જશે. 

રાજસ્થાનમાં બોલ્યા CM યોગી- સનાતન જ ભારતનો રાષ્ટ્રીય ધર્મ, આગામી વર્ષે તૈયાર થઈ જશે ભવ્ય રામ મંદિર

નવી દિલ્હીઃ Yogi Adityanath in Rajasthan: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)શુક્રવારે રાજસ્થાનના ભીનમાલ, જાલૌર સ્થિત નીલકંઠ મહાદેવ મંદિર (Neelkanth Mahadev Temple)માં જીર્ણોદ્વાર અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે કહ્યું કે આ ધાર્મિક આયોજનમાં જે પ્રકારે જાતિ, ધર્મના ભેદભાવને છોડીને તમારી એકતા જોવા મળી રહી છે, તેનો બધાએ દૈનિક જીવનમાં સ્વીકાર કરવો પડશે. આપણો સનાતન ધર્મ જ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે.

યોગી આદિત્યનાથે કહ્યુ કે આપણે બધા પોતાના વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઉઠીને આ રાષ્ટ્રીય ધર્મની સાથે જોડાયેલ, જેથી આપણો દેશ સુરક્ષિત હોય, આપણા માનવીય બિંદુઓ પુનઃસ્થાપિત થાય અને ગાય-બ્રાહ્મણની રક્ષા થાય. આપ સૌનો ધર્મ પ્રત્યેનો આ ઉત્સાહ આપણને ધર્મના માર્ગે પૂરી તાકાતથી ચાલીને આપણા કાર્યોને અંજામ આપવાની નવી પ્રેરણા આપે છે. આ દરમિયાન સીએમ યોગીએ કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સાથે મળીને રૂદ્રાક્ષનું વાવેતર કર્યું હતું.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે જો કોઈ કાલ ખંડમાં આપણા ધર્મસ્થળોને અપવિત્ર કરવામાં આવ્યા છે તો તેની પુર્નસ્થાપનાનું અભિયાન ચાલે. આ અભિયાનનો ક્રમ અયોધ્યામાં પાંચ સો વર્ષ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસથી ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ કાર્યના રૂપમાં જોવા મળી રહ્યો છે. તમે બધા શ્રદ્ધાળુઓએ ભગવાન રામના ભવ્ય મમંદિરના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું. આજે ભારતની આવનાઓ અનુરૂપ ભારતનું રાષ્ટ્રીય મંદિર ભગવાન રામનું ભવ્ય મંદિર સ્થાપિત થઈ રહ્યું છે. 

આગામી વર્ષે ભગવાન રામનું ભવ્ય મંદિર તૈયાર થઈ જશેઃ યોગી
યોગીએ કહ્યુ કે 1400 વર્ષ જૂનું નામગભટ્ટ દ્વારા સ્થાપિત ભગવાન નીલકંઠનું આ પવિત્ર સ્થળ આપણે બધાને અભિભૂત કરે છે. મને મહાકવિ નાગભટ્ટની પ્રતિમા પર માલ્યાર્પણનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મને પ્રસન્નતા છે કે છેલ્લા 15 વર્ષતી રાવ મુક્ત સિંહે જે સંકલ્પ લીધો હતો, આજે તે ભવ્ય મંદિરના રૂપમાં પૂરો થયો છે. આ ભવ્ય મંદિરમાં રાજસ્થાન વાસીઓ સહિત દેશના શ્રદ્ધાળુઓને ભગવાન નીલકંઠના આ પવિત્ર શિવાલયના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. તો આગામી એક વર્ષમાં ભગવાન રામનું ભવ્ય મંદિર તૈયાર થઈ થશે. હવે આ મંદિરની ભવ્યતા બનાવી રાખવાની જવાબદારી તમારા બધાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news