Corona: મહારાષ્ટ્રમાં ફરી લાગી શકે છે લૉકડાઉન! મુખ્યમંત્રીએ અધિકારીઓને આપ્યો આદેશ

રાજ્યમાં એકવાર ફરી લૉકડાઉન લગાવવા તરફ ઇશારો કરતા મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે, તમામ નિયમોનું કડક પાલન થાય, જો લોકો ન માને તો લૉકડાઉન માટે રોડમેપ તૈયાર કરો. 

Corona: મહારાષ્ટ્રમાં ફરી લાગી શકે છે લૉકડાઉન! મુખ્યમંત્રીએ અધિકારીઓને આપ્યો આદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના (Corona Virus) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતા રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંબંધિત અધિકારીઓ સાથે કોરોના સંક્રમણની સ્થિતિને લઈને એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે જો લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા નથી તો લૉકડાઉનનો રોડમેપ તૈયાર કરવામાં આવે. 

રાજ્યમાં એકવાર ફરી લૉકડાઉન લગાવવા તરફ ઇશારો કરતા મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે, તમામ નિયમોનું કડક પાલન થાય, જો લોકો ન માને તો લૉકડાઉન માટે રોડમેપ તૈયાર કરો. 

ઠાકરેએ બેઠકમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, વધતા કેસને કારણે સ્વાસ્થ્ય સુવિધાઓ ઓછી પડવા લાગી છે. બેઠકમાં સરકારે નિર્ણય કર્યો કે હવે મંત્રાલયો સહિત તમામ સરકારી ઓફિસમાં મુલાકાતી પર આગામી આદેશ સુધી પ્રતિબંધ રહેશે.

— ANI (@ANI) March 28, 2021

હાલમાં વેન્ટિલેટર અને આઇસોલેશન બેડની સ્થિતિ શું છે
જાણકારી પ્રમાણે 3 લાખ 57 હજાર આઇસોલેશન બેડમાંથી 1 લાખ 7 હજાર બેડ ભરેલા છે અને બાકી બેડ પણ ઝડપથી ભરાઈ રહ્યાં છે. 60 હજાર 349 ઓક્સિઝન બેડમાંથી 19 હજાર 930 બેડ ભરાઈ ગયા છે. 

9 હજાર 30 વેન્ટિલેટરમાંથી 1887 પર દર્દીઓને રાખવામાં આવ્યા છે. કેટલાક જિલ્લામાં બેડ ઉપલબ્ધનથી અને સંક્રમણ વધરાને કારણે સુવિધા ઓછી પડી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news