ઉત્તરાખંડમાં 'લેન્ડ જેહાદ' પર એક્શનમાં સરકાર, CM Dhami એ ડીએમ-એસએસપીને આપ્યા તપાસના આદેશ

ઉત્તરાખંડ (Uttarakhand) ના કેટલાક ખાસ ક્ષેત્રમાં ડેમોગ્રાફિક પરિવર્તન (Demographic Changes) પર રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) એ કહ્યું, લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, રાજ્યમાં કેટલાક એવા પ્રકારના લોકો આવીને સ્થાયી થયા છે

ઉત્તરાખંડમાં 'લેન્ડ જેહાદ' પર એક્શનમાં સરકાર, CM Dhami એ ડીએમ-એસએસપીને આપ્યા તપાસના આદેશ

હરિદ્વાર: ઉત્તરાખંડ (Uttarakhand) ના કેટલાક ખાસ ક્ષેત્રમાં ડેમોગ્રાફિક પરિવર્તન (Demographic Changes) પર રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) એ કહ્યું, લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, રાજ્યમાં કેટલાક એવા પ્રકારના લોકો આવીને સ્થાયી થયા છે, જેના કારણે ડેમોગ્રાફિક પરિવર્તન જોવા મળી રહ્યા છે, જેની તપાસ થવી જોઇએ. જો કે, સીએમએ સ્પષ્ટ કહ્યું છે કે, તપાસ કોઈને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહી નથી.

અજેન્દ્ર અજયે સીએમને લખ્યો પત્ર
ખરેખરમાં, ડેમોગ્રાફિક પરિવર્તનના કારણથી કેટલાક વિસ્તારોમાં એક સમુદાયના લોકોના સ્થળાંતરના અહેવાલો મળી રહ્યા છે. ભાજપ નેતા અજેન્દ્ર અજય (Ajendra Ajay) એ થોડા મહિના પહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે પહાડી અને પૂજા સ્થળોની આસપાસ એક ખાસ સમયુદાયને જમીન ખરીદવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે સમગ્ર મામલાને 'લેન્ડ જેહાદ' ગણાવ્યો હતો. સરકારે હવે આ પત્રનો જવાબ આપ્યો છે.

ડીએમ-એસએસપીને કાર્યવાહી કરવાના આદેશ
ગત શુક્રવારના સરકાર તરફથી જાહેર એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના કેટલાક ક્ષેત્રોમાં ઝડપથી જનસંખ્યા વૃદ્ધીના કારણે ડેમોગ્રાફિક પરિવર્તન આવ્યું, જેની ખરાબ અસરો કેટલાક સમુદાયના લોકોના પ્રવાસના રૂપમાં જોવા મળવાનો શરૂ થઈ ગયો. કેટલીક જગ્યાઓ પર સાંપ્રદાયિક માહોલ ખરાબ થવાની આશંકા છે. સરકારે સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા ડીજીપી, તમામ જિલ્લાના ડીએમ અને એસએસપીને સમસ્યાના સમાધાન માટે સાવચેતીનાં પગલાં લેવાના આદેશ આપ્યા છે.

ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની બનશે યાદી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારના વિભિન્ન ક્ષેત્રોમાં શાંતિ સમિતિઓના ગઠનનું આહ્વાન કર્યું છે. પોલીસ અને જિલ્લા અધિકારીઓને આવા વિસ્તારને ચિહ્નિત કરવા અને અસામાજિક તત્વોની સામે કડક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. તેમણે તે લોકોની જિલ્લાવાર યાદી તૈયાર કરવા પણ કહ્યું છે જે બીજા રાજ્યોથી આવ્યા છે અને જેમનો ગુનાહિત ઇતિહાસ છે.

વોટર કાર્ડ અને મૂળ નિવાસનું થશે વેરિફિકેશન
રાજ્યની બાહરથી આવતા અને આ ક્ષેત્રમાં રહેતા લોકોની ગુનાહિત રેકોર્ડની યાદી પણ તેમના મૂળ નિવાસ સ્થાનની ચકાસણી કર્યા બાદ તૈયાર કરવામાં આવશે. ડીએમને આવા વિસ્તારોમાં ગેરકાયદે જમીન સોદા પર નજર રાખવા અને લોકો ડર કે દબાણ હેઠળ તેમની જમીન વેચતા નથી તે જોવા માટે કહેવામાં આવ્યું છે. વિદેશી મૂળના લોકો કે જેમણે નકલી આઈડી કાર્ડ અથવા મતદાર આઈડી કાર્ડ મેળવ્યા છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આવા લોકોનો રેકોર્ડ તૈયાર થવો જોઈએ અને તેમની સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી થવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news