કમલનાથે રાજીનામું ધર્યું: કોંગ્રેસમાં રાહુલ બાદ રાજીનામાઓનો દોર ચાલુ
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજય બાદ મુખ્યમંત્રી કમલનાથે મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ પદથી રાજીનામાની રજુઆત કરી છે
Trending Photos
ભોપાલ : લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મળેલા ભુંડા પરાજય બાદ પાર્ટીમાં એક પછી એક રાજીનામાઓનો દોર ચાલુ થઇ ચુક્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પાર્ટી કાર્યસમિતીની બેઠકમાં રાજીનામુ ધર્યા બાદ હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશનાં એઆઇસીસીનાં જનરલ સેક્રેટરી દીપક બાબરિયાએ શનિવારે આ વાતની માહિતી આપી. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના જાહેર કરાયેલા પરિણામોમાં કોંગ્રેસને એમપીથી માત્ર એક જ સીટ પર જીત મળી છે.
મધ્યપ્રદેશથી કોંગ્રેસને મળેલી એક સીટ
પ્રદેશનાં છિંદવાડા સીટથી કોંગ્રેસ ઉમેદવાર નકુલનાથ રાજ્યથી એકલા પાર્ટી સાંસદ છે. એવામાં રાજ્યમાં કોંગ્રેસે ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા મુખ્યમંત્રી કમલનાથે એમપીસીસીનાં અધ્યક્ષ પદથી રાજીનામાની રજુઆત કરી. તેઓ શનિવારે કોંગ્રેસ મુખ્યમથક પર થયેલી પાર્ટીની કાર્યસમિતીની બેઠકમાં પણ જોયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યસમિતીની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને નામંજુર કરી દેવામાં આવ્યું.
નાગાલેન્ડમાં ઉગ્રવાદી હુમલામાં અસમ રાઇફલ્સનાં 2 જવાન શહીદ
રાહુલે પરાજયની જવાબદારી સ્વિકારી હતી
કાર્યસમિતીએ રાહુલ ગાંધીને તેમ કહેતા પાર્ટીના સંરચનાત્મક ઢાંચામાં આમુલ પરિવર્તન માટે અધિકૃત કર્યું છે કે પાર્ટીને પ્રતિકુળ પરિસ્થિતીઓમાં તમારા નેતૃત્વની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરિણામોવાળા દિવસ રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં પાર્ટીનાં ખરાબ પ્રદર્શન મુદ્દે પછાયેલા સવાલનાં જવાબમાં કહ્યું હતું કે તેની શત-પ્રતિશત જવાબદારી મારી છે. ત્યાર બાદથી રાહુલનાં રાજીનામાની ચર્ચાને જોર પકડવાનું ચાલુ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે