પહેલુ ખાન સામે ચાર્જશીટ, CM ગેહલોતે કહ્યું-જરૂર પડી તો ફરીથી તપાસ કરાવીશું
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પહેલુ ખાનની ગૌરક્ષકો દ્વારા પીટાઈ મામલે રજુ કરાયેલી ચાર્જશીટનું ઠીકરું પ્રદેશની પૂર્વની ભાજપ સરકાર પર ફોડ્યું છે.
Trending Photos
જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પહેલુ ખાનની ગૌરક્ષકો દ્વારા પીટાઈ મામલે રજુ કરાયેલી ચાર્જશીટનું ઠીકરું પ્રદેશની પૂર્વની ભાજપ સરકાર પર ફોડ્યું છે. આ સાથે જ તેમણે આશ્વાસન આપ્યું છે કે જો મામલે તપાસમાં કોઈ પણ ગડબડી જાણવા મળશે તો તેની ફરીથી તપાસ થશે.
આ કેસ પર પોતાની પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે પહેલુ ખાન કેસની તપાસ પૂર્વની ભાજપ સરકારના શાસન દરમિયાન કરાઈ હતી. આ મામલે ચાર્જશીટ પણ ભાજપ સરકાર દ્વારા રજુ કરાઈ હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે જો આ તપાસમાં કોઈ પણ પ્રકારની ખામી હશે તો આ મામલે ફરીથી તપાસ થશે.
Rajasthan CM Ashok Gehlot on Rajasthan Police files chargesheet against Pehlu Khan: Investigation of this case was done in the past during BJP government & chargesheet was presented. If any discrepancies will be found in the investigation, case will be re-investigated. pic.twitter.com/fdn5jWJErc
— ANI (@ANI) June 29, 2019
અત્રે જણાવવાનું કે રાજસ્થાન પોલીસે કથિત ગૌરક્ષકો દ્વારા 2017માં માર્યા ગયેલા પહેલુ ખાન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે અને ચાર્જશીટમાં પહેલુ ખાન પર ગાયોની તસ્કરીનો આરોપ લગાવ્યો છે. પોલીસે પહેલુ ખાનને રાજસ્થાન બોવાઈન એનિમલ એક્ટ 1995 ની કલમ 5, 8 અને 9 હેઠળ આરોપી ગણાવ્યો છે.
નોંધનીય છે કે એપ્રિલ 2017માં રાજસ્થાનના અલવરમાં કથિત ગૌરક્ષકો દ્વારા પહેલુ ખાનની મારપીટ કરીને હત્યા કરી દેવાઈ હતી. તે સમયે ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સત્તા પર બિરાજમાન હતી.
GD Ahuja: Locals caught Pehlu Khan's vehicle in which he was smuggling cows&they had only stopped them.He died in police custody;locals hadn't beaten him. Now when chargesheet has been filed against him,Congress is taking credit.But Congress then gave financial help to his family https://t.co/rWjXVEwTRC
— ANI (@ANI) June 29, 2019
પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જ્ઞાનદેવ આહૂજાએ આ મામલે કહ્યું કે પહેલુ ખાન, તેનો ભાઈ અને પુત્ર આદતથી જ અપરાધી હતી. જેઓ સતત ગાયોની તસ્કરીમાં સામેલ હતા. તેમણે કહ્યું કે ગૌરક્ષકો અને હિન્દુ પરિષદ પર લગાવેલા તમામ આરોપો ખોટા હતાં. સ્થાનિક લોકો દ્વારા પહેલુ ખાનના વાહનને પકડવામાં આવ્યું હતું. જેમાં તે ગાયોની તસ્કરી કરતા હતાં. પોલીસ કસ્ટડીમાં તેનું મોત થયું. સ્થાનિક લોકોએ તેની પીટાઈ કરી નહતી. હવે પહેલુ ખાન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે, તો કોંગ્રેસ શ્રેય લે છે પરંતુ કોંગ્રેસે ત્યારે તેમના પરિવારને નાણાકીય મદદ કરી હતી.
Congress in “Power” is replica of BJP ,Muslims of Rajasthan must realise this,reject such individuals/organisations who are brokers of congress party,& start developing their own independent political platform ,70 years is a long time please CHANGE https://t.co/gLsimg1m50
— Asaduddin Owaisi (@asadowaisi) June 29, 2019
ઓવેસીની રાજસ્થાનના મુસ્લિમોને અપીલ
હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સત્તામાં આવતા જ કોંગ્રેસ ભાજપ જેવી બની જાય છે. રાજસ્થાનના મુસલમાનોએ એ વાત સમજી લેવી જોઈએ અને કોંગ્રેસનો વિરોધ કરવો જોઈએ તથા પોતાની પાર્ટી બનાવવી જોઈએ. 70 વર્ષ ઘણા હોય છે પરંતુ હવે તો બદલાઈ જાઓ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે