BJPના વોશિંગ મશીનથી ધોવાઇ આતંકવાદનો 1 આરોપી દેશભક્ત બન્યા: ભૂપેશ
જેણે 2001માં છત્તીસગઢનાં બિલાઇગઢમાં શૈલેન્દ્ર દેવાંગન નામના વ્યક્તિ પર ચાકુથી હુમલો કર્યો હતો
Trending Photos
નવી દિલ્હી : મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના મુંબઇ હુમલામાં શહીદ પૂર્વ ATS ચીફ હેમંત કરકરે પર આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાઇ ચુક્યું છે. સાધ્વી પ્રજ્ઞાનાં નિવેદન બાદ જ્યાં એખ તરફ સમગ્ર દેશમાં રાજનેતાઓએ તેની નિંદા કરી તો બીજી તરફ હવે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે પણ સાધ્વીનાં નિવેદનની નિંદા કરી છે. ભુપેશ બધેલે ટ્વીટ દ્વારા ભાજપ અને ભોપાલ લોકસભા વિસ્તારથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે હાં તો ભાજપના વોશિંગ મશીનથી ધોવાઇને એક આતંકવાદના આરોપી દેશભક્ત બનવા નિકળ્યાં છે. આ તે જ દેશભક્ત છે જેમણે 2001માં છત્તીસગઢના બિલાઇગઢમાં શૈલેન્દ્ર દેવાંગન નામના વ્યક્તિ પર ચાકુથી હુમલો કર્યો હતો. તેમનું ચાલે તો પોતાનાં ગુરૂ ગોડસેને પણ ફરીથી જીવીત કરીને ચૂંટણી લડાવી દે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત શુક્રવારે ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મુંબઇ આતંકવાદી હુમલામાં શહીદ હેમંત કરકરે પર એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, આતંકવાદી હુમલામાં શહીદ હેમંત કરકરેને તેમણે શ્રાપ આપ્યો હતો કે તેમનો સર્વનાશ થશે. સાધ્વીનાં આ નિવેદન બાદ ભાજપમાં હડકંપ મચી ગયો હતો અને પાર્ટીએ તુરંત સાધ્વીનાં નિવેદન સાથે છેડો ફાડ્યો હતો. શહીદ હેમંત આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા, ભાજપે હંમેશા તેમને શહીદ માન્યા છે.
શું કહ્યું હતું સાધ્વી પ્રજ્ઞાએ
પોતાનાં નિવેદનમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, તમને વિશ્વાસ કરવામાં થોડી તકલીફ થશે, થોડો સમય લાગશે, પરંતુ મે તેમને કહ્યું હતું કે તેમનો સર્વનાશ થશે. તેણે મને અનેક યાતનાઓ આપી, અનેક ગંદી ગાળો આપી. તેઓ મારા માટે જ નહી, કોઇના માટે પણ અસહનીય હશે. સવા મહિનામાં સુતક લાગે છે. જે દિવસે હું ગઇ હતી, તે દિવસ તેનાં સુતક લાગી ગયા હતા. ઠીક સવા મહિનામાં આતંકવાદીઓએ તેમને મારી નાખ્યા, તે દિવસે તેનો અંત થયો. બીજી તરફ નિવેદન બાદ રાજનીતિક ઉથલ પાથલ પર સાધ્વી પ્રજ્ઞાનું કહેવું હતું કે તે મારી વ્યક્તિગત્ત પીડા હતી, જે મે નથી સંભળાવી. સાધ્વીએ પ્રજ્ઞાએ પોતાનાં નિવેદન અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારા શબ્દોથી દુશ્મનોને બળ મળે છે તો હું પોતાનું નિવેદન પરત ખેંચુ છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે