CJIએ લખ્યો PM મોદીને પત્ર, જજની ભરતી અને રિટાયરમેંટની ઉંમર 65 કરવા અપીલ

સીજેઆઇએ કહ્યું કે, ન્યાયાધીશોની અછતના કારણે કાયદાકીય બાબતો પર મહત્વનાં નિર્ણયો નથી લેવાતા ઉપરાંત કાયદાકીય પ્રક્રિયા ખુબ જ લાંબી પણ બનતી જાય છે

CJIએ લખ્યો PM મોદીને પત્ર, જજની ભરતી અને રિટાયરમેંટની ઉંમર 65 કરવા અપીલ

નવી દિલ્હી : મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ન્યાયાધીશોની સંખ્યા વધારવા અને હાઇકોર્ટનાં ન્યાયાધિશોની સેવા નિવૃતીની ઉંમર વધારીને 65 વર્ષ કરવા માટેની અપીલ કરી છે. સીજેઆઇ ગોગોઇએ વડાપ્રધાનને હાઇકોર્ટ અને હાઇકોર્ટનાં સેવાનિવૃત ન્યાયાધીશોની ક્રમશ (સંવિધાન) અનુચ્છેદ 128 અને 224 એ હેઠળ સર્વાધિક નિયુક્તિઓ કરવા માટેની અપીલ કરી છે, જેથી વરસોથી લંબાયેલા કેસનો ઉકેલ લાવવામાં આવી શકે. 
સુપ્રીમ કોર્ટમાં 58,669 કેસ લંબાયેલા છે.

હલવા સેરેમની સાથે જ બજેટની તૈયારી ચાલુ, નાણામંત્રી કર્મચારીઓનું મોઢુ મીઠુ કરાવ્યું
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં 58,669 કેસ લટકેલા છે અને નવા કિસ્સા સતત આવતા રહેતા હોવાનાં કારણે આ સંખ્યા માં વધારો થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, ન્યાયાધીશ ઓછા હોવાનાં કારણે કાયદાનાં સવાલ સાથે જોડાયેલા મહત્વનાં મુદ્દાઓ પર નિર્ણય કરવા માટે જરૂરી સંખ્યામાં સંવિધાન પીઠોની રચના કરવામાં નથી આવી રહી. 

પરિવાર સાથે પૈતૃક ગામ પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગ્રામીણોએ કર્યું ભવ્ય સ્વાગત
તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે, તમે યાદ કરો કે આશરે ત્રણ દશક પહેલા 1998માં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજુર સંખ્યા 18થી વધારીને 26 કરવામાં આવી હતી અને ત્યાર બાદ બે દશક બાદ 2009માં તેને વધારીને મુખ્ય ન્યાયાધીશ સહિત 31 કરવામાં આવી, જેથી આ મુદ્દાનો ઉકેલ ઝડપથી લાવી શકાય. 

પ્રેમ કે એટ્રેક્શન નહી પરંતુ આ કરવા માટે 4 માંથી 1 યુવતી ડેટ પર જાય છે !
ગોગોઇએ કહ્યું કે, હું તમને અપીલ કરુ છું કે કૃપા તેના પર પ્રાથમિકતા સાથે વિચાર કરો, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધી શકે અને તે વધારે પ્રભાવી રીતે કામ કરી શકે, કારણ કે યોગ્ય સમયે ન્યાય અપાવવા માટે પોતાના અંતિમ લક્ષ્યાંકને મેળવવા માટે તેણે ઘણી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. મુખ્ય ન્યાયાધીશે અત્યાર સુધી ત્રણ પત્ર લખ્યા છે. તેમણે કહ્યું કે, હાઇકોર્ટનાં ન્યાયાધીશની કેડરનો આકાર અગાઉ પણ વધ્યો છે, પછી સુપ્રીમ કોર્ટમાં પણ તેના અનુસાર ન્યાયાધીશોની સંખ્યા વધારવામાં આવી છે. 

ડિપ્રેશનથી પીડાતા વ્યક્તિએ 3 માસૂમ બાળકો અને પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી
સીજેઆઇએ બીજા પત્રમાં મોદીને એક સંવિધાન સંશોધન વિધેય લાવવા અંગે વિચારણા કરવા માટે જણાવ્યું છે, જેથી હાઇકોર્ટનાં ન્યાયાધીશોની સેવાનિવૃતીની ઉંમર વધારીને 62થી 65 વર્ષ કરવામાં આવી શકે. 
સ્નિફર ડોગ પર મજાક ભારે પડી! મહિલા IPSએ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ
હાલમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવામાં આવે તે જરૂરી
ગોગોઇએ લખ્યું કે, અનેક કેસ ચાલી રહ્યા છે તે સતત લંબાઇ રહ્યા છે તેની પાછળનું કારણ ન્યાયાધીશોનો અભાવ છે. હાલ 399 જગ્યાઓ મંજુર છે જો કે મંજુર કુલ જગ્યાનાં 37 ટકા પદ ખાલી છે. જેને તુરંત  જ ભરવામાં આવે તે જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news