CAB: શિવસેનાનો ભાજપ પર કટાક્ષ, 'તમે જે શાળામાં ભણો છો, અમે તેના હેડ માસ્ટર છીએ'
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) લોકસભા (Lok Sabha) માં તો પાસ થઈ ગયું અને ત્યાં શિવસેનાએ સમર્થન પણ કર્યું પરંતુ હવે રાજ્યસભા (Rajya Sabha) માં તેણે આંખો દેખાડવા માંડી છે. રાજ્યસભામાં હાલ આ બિલ પર ચર્ચા ચાલુ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આ બિલ પર ચર્ચા દરમિયાન ખુબ જ આક્રમક ટિપ્પણી કરી. તેમણે હિન્દુત્વ મુદ્દે કહ્યું કે ભાજપ નેતા જે શાળાના વિદ્યાર્થી છે, શિવસેના (Shivsena) નેતા તે શાળાના હેડ માસ્ટર છે. તેમણે કહ્યું કે બિલનો વિરોધ કરનારાઓને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે. તે ખોટું છે.
સંજય રાઉતે કહ્યું કે આજે દેશના અનેક ભાગમાં હું જોઈ રહ્યો છું કે બિલનો વિરોધ થઈ રહ્યો છે. હિંસા થઈ રહી છે. આસામ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર. ઠીક છે એક સેક્શન સમર્થનમાં છે, એક સેક્શન વિરોધમાં છે. તેઓ પણ દેશના નાગરિક છે, દેશદ્રોહી નથી.
Sanjay Raut, Shiv Sena: We don't need any certificate on our nationalism or Hindutva. Jis school mein aap padhte ho, hum us school ke head master hain. Hamare school ke headmaster Balasaheb Thackeray the, Atal ji, Shyama Prasad Mukherjee bhi the, hum sabko mante hain. pic.twitter.com/xoQHwJ9rQT
— ANI (@ANI) December 11, 2019
તેમણે હિન્દુત્વની રાજનીતિ કરી અને ઈશારો કરતા કહ્યું કે અમે કેટલા કઠોર હિન્દુ છીએ તેનું અમારે પ્રમાણપત્ર નથી જોઈતું. જે શાળામાં તેમે ભણો છો, તેના અમે હેડ માસ્ટર છીએ. આ તમને જણાવું છું. અમારી શાળાના હેડ માસ્ટર આદરણીય બાળા સાહેબ ઠાકરે હતાં, અટલજી પણ હતાં, શ્યામા પ્રસાદ મુખરજી પણ હતાં. અમે બધાને માનીએ છીએ.
શિવસેનાનો સવાલ- ઘૂસણખોરોનું શું કરશો?
શિવસેનાના સાંસદની આ ટિપ્પણી પર સદનમાં હાસ્ય રેલાયું. ત્યારબાદ સંજય રાઉતે કહ્યું કે હું માનું છું કે આ બિલ ધાર્મિક આધાર પર નથી, માનવતાના આધાર પર છે. તે જ આધાર પર ચર્ચા થવી જોઈએ. અમને એ પણ ખબર છે કે શરણાર્થીઓ અને ઘૂસણખોરોમાં ભેદ છે.
તેમણે પૂછ્યું કે જે શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે તે તો ભારતમાં જ રહેશે. પરંતુ ઘૂસણખોરોને ક્યાં મોકલવામાં આવશે? સવાલ એ છે કે આપણે ઘૂસણખોરોનું શું કરીશું? આપણે શરણાર્થીઓને નાગરિકતા આપીશુ તો ઘૂસણખોરોનું શું કરીશું?
જુઓ LIVE TV
રાષ્ટ્રીયહિતના મુદ્દા પર સમર્થન આપતા રહીશું-શિવસેના
સંજય રાઉતે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દે પણ સરકારનો સાથ આપવાનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાન હોય કે અમારા જે લઘુમતી ભાઈઓને ત્યાં તકલીફ પડે છે, તેમની સાથે છળ થાય છે, તો ત્યારે અમારો એક મજબુત દેશ, મજબુત વડાપ્રધાન, મજબુત ગૃહ મંત્રી, હું તમારી સાથે છું. તમારી ઉપર અમને આશા છે. તમે 370 હટાવી, અમે સમર્થન આપ્યું, આપતા રહીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે